Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ને બુધવારે કહ્યું છે કે ભારત વિરુદ્ધ દ્વિપક્ષીય શ્રેણી રદ થયા પછી વળતર મેળવવાના કેસ હાર્યા પછી 60% વળતરની  ચુકવણી બીસીસીઆઇ ને કરે. ગ્યાં મહિને 2014-15 માં ની દ્વિપક્ષીય શ્રેણી માંથી  નામ પાછું લેવા માટે BCCI પાસેથી રૂ 6.3 કરોડની મગળી કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય સિરીઝને લઈ વિવાદ ચાલી રહેલા વિવાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારત પાસેથી વળતારની માગ કરેલ હતી.જે પછી આ મામલો ICC પાસે ગયો. ICC ની એક પેનલે બુધવારે પાકિસ્તાનને વળતર મામલે BCCI દ્વારા માગવામાં આવેલ વળતરના 60% ચૂકવવા આદેશ આપ્યો.

2007 થી ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય શ્રેણી રમ્યા નથી. પાકિસ્તાની ટીમે 2012/13 માં ભારતની મુલાકાત લીધી હતી, પરંતુ તે સમયે ફક્ત થોડા જ મેચ રમવામાં આવી હતી. 2008 ના મુંબઇના આતંકવાદી હુમલાથી ભારત દ્વિપક્ષી ટેસ્ટ શ્રેણી રમી શક્યું નથી.

ICCએ BCCIને 40% પ્રશાસનિય ખર્ચ અને પેનલ ખર્ચ ચૂકવવા કહ્યું.પરંતુ આ નિર્ણયમાં ભારતીય બોર્ડ દ્વારા કરવામાં આવેલ દાવમાં જે નાણાંના જથ્થાનો ઉલેખ કરવામાં આવ્યો તેના વિષે વાત કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.