Abtak Media Google News

લીંબડી અમદાવાદ હાઈવે પર વધતા અકસ્માતો ચીંતા નો વિષય બની ગયો છે.એક માસમા અનેક લોકો ઘવાયા અને મૃત્યુ પામ્યા છે.એક માહિનામાં બીજી વાર ખાનગી ટ્રાવેલ્સ પલ્ટી ખાઇ ગઇ છે.

ભરૂચના માંડવા ગામથી કચ્છના પ્રવાસે જઇ રહેલી લક્ઝરી બસ લીંબડીથી આશરે 6 કિલોમીટર દૂર મોડલ સ્કૂલ પાસે લકઝરીએ મારી પલટી જેમાં 25 થી 30 લોકોને ગંભીર ઇજા થઈ છે.

આ બાબતે 108ને જાણ થતા ત્રણ 108ની ટિમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે એક વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું.

અન્ય ચાર લોકો આ લક્ઝરી નીચે દબાયા હતા ત્યારે તાત્કાલિક ક્રેનની મદદથી દબાયેલ લોકોને કાઢી 108ની મદદથી લીંબડી હોસ્પિટલ ખસેડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.