Abtak Media Google News

ઠંડીના કારણે શરદી, ન્યુમોનિયા, ફલુ, હાઈપોથર્મીયા, ફોસ્ટ બાઈટ જેવા રોગોની સંભાવના

છેલ્લા એક માસથી રાજયમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો છે. શિયાળાની સીઝન શરૂ થતા ઠંડીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મહાપાલિકાને કોલ્ડવેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ઠંડીમાં નાના બાળકો, ગર્ભવતી મહિલા, વૃદ્ધો અને લાંબી બિમારીથી ગ્રસ્ત લોકોને ગંભીર અસર થવાની સંભાવના રહેલી છે.

મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં ઠંડીથી તકેદારી રાખવા માટે કેટલાક સુચનો રાખવામાં આવ્યા છે. જેમાં ઠંડીની બચવા ગરમ કપડાઓ પહેરવા, ગરમ પાણીનો ઉપયોગ કરવો, ઘરેલું ઉપાયો અજમાવવા, ઠંડીમાં સામાન્ય શરદી, ન્યુમોનીયા, સુકી ત્વચા, હાઈપોથર્મીયા, ફોસ્ટ બાઈટ જેવી બિમારીઓ થઈ શકે છે.

આવામાં શિયાળાની સીઝનમાં તંદુરસ્ત રહેવા માટે વિટામીન સીથી ભરપુર ફળ અને શાકભાજીનો ખોરાક લેવો. લાલ મરી, લેસાવાળા ફળ, મોસંબી, સતરા, લીંબુ અને ખટાશવાળા ફળોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો. શાકભાજી સાથે લસણ, ધાણા અને આદુનો ઉપયોગ કરવો. બીજ, સોયાબીન, મસુર, લીલા પાંદડાવાળા શાકભાજી અને આર્યનના સારા સ્ત્રોતવાળો ખોરાક લેવો. ઘરની બહાર નિકળો તે વખતે ફરજીયાત ગરમ વસ્ત્રો ધારણ કરવા જેવા ઉપાયો આપવામાં આવ્યા છે. જેનાથી ઠંડી સામે જાક ઝીલી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.