સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી ના મહીલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને ઉપસચિવના માર્ગદર્શન હેઠળ અને મહિલા શકિત કેન્દ્રના નેતૃત્વમાં કેન્દ્રીય પ્રાથમીક શાળા (હિન્દી અને ગુજરાતી પ્રવાહ) સેલવાસ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજનાના અમલીકરણ ના ભાગરુપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળામાં થઇ રહેલ વિઘાર્થીઓનાં ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો લાવવાનો તથા વિઘાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવવાનો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિષયો જેમ કે શિક્ષણ માટે મળતી સ્કોલરશીપ, સ્વરોજગાર માટે વોકેશનલ ટ્રેનીંગ, સારો અને ખરાબ સ્પર્ધ, બાળ વિવાહ અને બાળ અધિકારો, મહીલાઓ પર થતી ધરેલું હિંસા અટકાવવા માટે શરુ કરાયેલ વન સ્ટોપ સેન્ટર ની કામગીરી અને સેવાઓ, વિધવા અને સીનીયર સીટીઝન પેન્શન વગેરે વિષયક માહીતી મહીલા શકિત કેન્દ્ર ના મહિલા કલ્યાણ અધિકારી કુ. મીનાબેન ચંદારાણા દ્વારા મૌખીક સંવાદ કરીને આપવામાં આવેલ હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં વુમન હેલ્પ લાઇન નંબરી ૧૮૧ અને ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર ૧૦૯૮ વિષેની જાણકારી પણ ટેસ્ટ કોલ દ્વારા આપવામાં આવેલ હતી.
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર