Abtak Media Google News

ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને છેલ્લી ટેસ્ટના બીજા દિવસે ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીએ ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. પહેલા દિવસે ભારતે 4 વિકેટ ગુમાવીને 303 રન કર્યા હતા. આ ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાએ તેની ટેસ્ટ કેરિયરની 18મી સદી ફટકારી હતી. પરંતુ આ ટેસ્ટમાં તે ડબલ સેન્ચ્યુરી પૂરી કરવામાં માત્ર સાત રન પાછળ રહી ગયો છે.

ચેતેશ્વર પુજારા 193 રને આઉટ થયો હતો. જ્યારે હનુમા વિહારી 42 રને આઉટ થયો હતો. હાલ ક્રિઝ પંત અને રવિન્દ્ર જાડેજા રમી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.