Abtak Media Google News

ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલીયન બોલરોની રણનીતિને નિષ્ફળ કરી

ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી ૪થી ટેસ્ટ મેચ કે જે સીડની ખાતે રમાઈ રહેલી છે તેમાં ઓસ્ટ્રેલીયન કેપ્ટન ટીમ પેઈન અને બોલરો વચ્ચે મતભેદનો માહોલ જોવા મળ્યો હતો તેમ બોલીંગ કોચ ડેવીડ શેકરે જણાવ્યું હતું. ૪થો ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયન ટીમની રણનીતિને લઈ બોલરો વચ્ચે ભ્રમ એટલે કે, કયાંકને કયાંક મતભેદનો માહોલ સર્જાયો હતો જયારે તે દિવસની રમતના અંતે આ મુદ્દાને લઈ ટીમ પેઈન અને બોલરો વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી જેમાં ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલીયાની રણનીતિને વેરવિખેર કરી ઓસ્ટ્રેલીયાના ફાસ્ટ બોલર જેમાં જોસ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્શને ખુબજ ધોયા હતા જેને લઈ ઓસ્ટ્રેલીયન કેપ્ટન ટીમ પેઈને નારાજગી વ્યકત કરી હતી.

ઓસ્ટ્રેલીયન ટીમના બોલીંગ કોચ ડેવીડ શેકરે પત્રકાર પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ટીમના બોલરો કાંઈક અલગ જ ઈચ્છતા હતા જયારે ટીમ પેઈન પણ કાંઈક અલગ જ ઈચ્છતો હતો જે પરિસ્થિતિને લઈ ભ્રમનો માહોલ ઉદ્ભવીત થયો હતો.

વધુમાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે દિવસની રમત પૂર્ણ થયા બાદ ટીમના મુખ્ય કોચ જસ્ટીન લેંગર ટીમ સાથે ખુબજ ઉગ્ર ચર્ચા કરી હતી અને તે દિવસની રમતને લઈ ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. જેનું એકમાત્ર કારણ એ હતું કે, ભારતીય બલેબાજોએ ઓસ્ટ્રેલીયન ટીમના બોલરોની પેટ ભરી ધોલાઈ કરી હતી. સાથો સાથ ઓસ્ટ્રેલીયાની સ્પીનર નાથન લીઓન પણ ઓસ્ટ્રેલીયાની રણનીતિથી ખૂશ જોવા મળ્યો ન હતો. 

ઓસ્ટ્રેલીયા પર ઝળુંબતો ફોલોઓનનો ખતરો

ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચે સીડની ખાતે રમાતી ટેસ્ટ મેચમાં ભારત મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે ત્યારે ઓસ્ટ્રેલીયા પર ફોલોઓનનો ખતરો ઝઝુમી રહ્યો છે. વાત કરવામાં આવે તો ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલીયા ૧૯૯ રન બનાવી ૬ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં કુલદિપ યાદવે ૩ વિકેટ, રવિન્દ્ર જાડેજાએ ૨ વિકેટ અને મહમદ શામીએ ૧ વિકેટ ઝડપી હતી. જયારે ઓસ્ટ્રેલીયન ટીમની વાત કરવામાં આવે તો ટીમના ઓપનર માર્કસ હેરીસે ૭૯ રન બનાવ્યા હતા ત્યારબાદ ટીમના મુખ્યત્વે તમામ બેટ્સમેનો સ્કોર કરવામાં નિષ્ફળ નિવડયા હતા. ત્યારે જો ઓસ્ટ્રેલીયન ટીમને ફોલોઓનને ટાળવું હોય તો તેઓએ ૪૨૨ રન કરવા પડશે તો તે ફોલોઓનને ટાળી શકે પરંતુ હાલની સ્થિતિ જોતા ઓસ્ટ્રેલીયા પર ફોલોઓનનો ખતરો ખરા અર્થમાં ઝઝુમી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.