Abtak Media Google News

મલ્ટી વિટામીનથી ભરપુર ગાજર રોગપ્રતિકારક શકિત વધારે છે. સ્કીનની સમસ્યાઓ દૂર કરે છે અને આંખોનું તેજ વધારે છે.

ગાજર ખાવાના અનેક ફાયદાછે કેમ કે તેમાં વીટામીન એ,સી, કે, તાંબ, લોહ તત્વ જેવા ઘણા બધા ખનીજ અને વિટામીન છે ગાજર બારે મહિના આસાનીથી મળી રહે છે. દરરોજ ગાજરનો સલાડમાં ઉપયોગ કરવાથી ચહેરા પર ચમક આવે છે આ સાથે ગાજરનો જયુસ પીવાથી પણ સ્કીન ગ્લો કરે છે. ગાજર રકત શુઘ્ધીનું કામ કરે છે. અને તેના સેવનથી ખીલમાં પણ રાહત થાય છે.ગાજરમાં વિટામીન એ વધુ માત્રામાં મળી આવે છે. માટે જો ગાજરનું નિયમિત રુપે સેવન કરવામાં આવે તો આંખોની રોશની તેજ થાય છેે.ગાજરનો જયુસ પીવાથી શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધી જાય છે. અને ગાજરમાં વધારે માત્રામાં ફાઇબર મળી આવે છે જે શરીરની પાચન શકિત વધારે છે.આ ઉપરાંત ગાજરના કૈરોટીનાયડ હોય છે જે હ્રદય રોગના લોકો માટે સારુ છે. એવું માનવામાં આવે છે કે ગાજરનો નિયમિત ઉપયોગ કરવાથીકોલસ્ટ્રોલ ઓછો થાય છે. આ સાથે ગાજરના સેવનથી શકરાનું સ્તર પણ ઠીક રહે છે. ગાજર ખાવાથી પેઢામાંથી નિકળતુ લોહી બંધ થાય છે અને દાંત ચમકદાર બને છે.ગાજરના રસમાં કાળા મરીનો પાવડર મીક્ષ કરીને પીવાથી ખાસીતથા કફની સમસ્યામાં આરામ થાય છે.આ ઉપરાંત ગાજરના જયુસનો શિયાળામાં નિયમિત ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે.ગાજરમાં રહેલા મલ્ટી વિટામીનને કારણે દરરોજ સવારે એક ગ્લાસ ગાજરનો જયુસ પીવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે. ગાજરમાં વિટામીન્સ અને મિનરલ ભરપુર પ્રમાણમાં છે. તેમાં બી ૬, કે ફોસ્ફરસ અને પોટેશિયમ રોગો સામે પ્રતિકાર કરે છે.સ્કીન હેલ્થ ઇમ્પ્રુવ થાય છે.ગાજરનો જયુશ પીવાથી સ્કીનમાં પડતી કરચીલી, ડ્રાયનેસ, દૂર થાય છે. આ ઉપરાંતખીલ અને શુષ્ક ત્વચામાં પણ ગાજરનો જયુસ ફાયદાકારક સાબિત સ્કીનને લગતી તમામ સમસ્યાઓમાંગાજરનો જયુસ આશિર્વાદ સમાન છે. ગાજરના રહેલું એન્ટીઓકસીડેન્ટ સ્કીનને તરોતાજા રાખે છે.આંખોમાં તેજ પુરે છે ગાજરગાજરમાં રહેલું બીટા કેરોટીન અને વીટામીન-એ આખોના તેજને વધારે છે. જો આંખોનું તેજ ઓછું થઇ ગયું હોય તો ગાજરનો નિયમિત રુપે ડાયટના ઉપયોગ કરવાથી આંખોનું તેજ વધે છે અને ફાયદો થાય છે.ગાજરના જયુસમાં બીટ અને આંબળા મીકસ કરી જયુસ બનાવી પીવાથી સારા ટેસ્ટની સાથે હેલ્થ પણ વેલ્થ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.