Abtak Media Google News

સારવારમાં દાખલ યુવક પોલીસની પુછપરછમાં ભાંગી પડયો: મિત્રના ઘરેથી રોકડ કબજે

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ભુણાવા ચોકડી પાસે સાંજના સુમારે વેપારીને ગન બતાવી રૂ ૨૨.૫૦ લાખની સનસનીખેજ લુંટ થઇ હોવાની ઘટના બનતા પોલીસને ગળે ઘૂંટડો ઊતર્યો ન હતો અને વેપારીની ઉલટ તપાસ કરતા નર્યુ નાટક બહાર આવ્યું હતું. પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુબજ મૂળ ગોંડલના અને હાલ રાજકોટ રહેતા અને વાંકાનેર સિમેન્ટ ફેકટરીમાં કામ કરતા મનીષ ભગવાનદાસ સેજપાલ દ્વારા ભુણાવા ચોકડી પાસે બે શખ્સો દ્વારા મોટર સાયકલ આંતરી રૂ ૨૨.૫૦ લાખની લુંટની ઘટના બની હોવાની વાર્તા સાથે સરકારી દવાખાને દાખલ થતાં પોલીસ હરકતમાં આવી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસના પી.એસ.આઇ. અજયસિંહ જાડેજાએ તપાસના ચક્રો ગતિમાન કરી સરકારી દવાખાને મનીષની ઉલટ તપાસ કરતા પોપટ બની ગયો હતો અને પોતાના પર દેણું થઇ ગયેલ હોય માટે લુંટની ઘટનાની સ્ટોરી ઉભી કરીનું બયાન આપ્યું હતુઁ. અને પોતાના મિત્રના ઘરે રૂ ૨૨.૫૦ લાખ મૂકયા હોવાનું જણાવ્યું હતું.પોલીસને આ કેસ ડિટેકશન કરવામાં ભુણાવા ચોકડી પાસે આવેલ મઢુલી રેસ્ટોરન્ટના માલીક મયુરઘ્વજ આચાર્ય, દીજ રાજાની તેમજ હાઇવે પર એક નજરે જોનાર શખ્સે મદદ કરી હતી. અને વેપારીના નાટક નો પર્દાફાશ થવા પામ્યો હતો.પી.એસ.આઇ. અજયસિંહ તાકીદે જ નજરે જોનારા લોકોને એકત્રિત કરી માહીપી મેળવી વેપારીનો ભાંડો ફોડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.