Abtak Media Google News

મેડિકલ કેમ્પની સાથે સાથે શાકોતસવ, મહાપુજા અને મહાઆરતીનો પણ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તથા એચસીજી હોસ્પિટલ રાજકોટ અને બાલાજી મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ તરફથી સર્વે સન્તુ નિરામયાએ વિચારને દ્રષ્ટી સમક્ષ રાખી બાલાજી મંદિર ભુપેન્દ્ર રોડ ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં એચસીજી હોસ્પિટલના ડો.નિખીલ પાચાણી (હૃદયરોગ નિષ્ણાંત), ડો.અમીર કાઝમી (હૃદયરોગ સર્જરી નિષ્ણાંત), ડો.મીતલ દવે (હાડકારોગ નિષ્ણાંત), ડો.ધર્મેશ ભટ્ટી (ફીઝીસીયન) તથા મુકુંદ વિરપરા (પેટ તથા આંતરડા લીવરના રોગના નિષ્ણાંત ઉપસ્થિત રહી આ કેમ્પમાં જરૂરીયાતમંદ ૧૨૫ બીપી, ઈસીજી, બ્લડ સુગર વગેરે તપાસી દવા તેમજ માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના વરિષ્ઠ નાગરિકોની ધાર્મિક ભાવના સંતોષાય તથા બાલાજી દાદાને રાજી કરવા બાલાજી મંદિરે મહાપુજા તથા આરતીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ૧૧૧૧ વડીલોએ એક સાથે મહાપુજા તથા આરતીનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સ્વામી ભકિત સ્વામી તથા વ્રજ વલ્લભદાસજી, નિર્મળ સ્વામી, રાધારમણ સ્વામી તેમજ ચેતનભાઈ રામાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સ્વામિનારાયણ તરફથી શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બંને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા કોઠારી સ્વામી તથા બાલાજી મંદિરના સંતો તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય અને એચસીજી હોસ્પિટલની ડોકટરની ટીમ તેમજ બોલબાલા સિનિયર સીટીઝન કમિટી તથા બાલાજી સેવા સમિતિના કર્મચારી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.