Abtak Media Google News

શ્રઘ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમા બગદાણાના મહંત બજરંગદાસ બાપુની આજે પુણ્યતિથિ છે જે નીમીતે સૌરાષ્ટ્રભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. બાપા સિતારામ તરીકે જાણીતા બજરંગદાસ બાપુના અનુયાયીઓમાં ભકિતમાં લીન થયા છે. બગદાણાની પાવન ભુમિ પર શ્રઘ્ધાળુઓ ઉમટી પડયા છે. ભજન સત્સંગ અને મહાપ્રસાદના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનો ભકતો મોટી સંખ્યામાં લ્હાવો લીધો છે.

Advertisement

બગદાણા ગામ હિલોળે ચઢયું છે. છેલ્લા ઘણા દિવસથી લોકો ઉજવણીને લઇ તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. મંદીરને રોશનીના ઝળહળા અને ધજા પતાકાથી શણગારવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગામોગામ અને નાના મોટા તમામ મંદીરોમાં ભાવિકો સંત શિરોમણી બજરંગ દાસ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે.

પૂજય સંત શિરોમણી બાપા સિતારામ તરીકે આપણે બધા જેમને ઓળખીએ છીએ તેમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતુ મુળથી તેઓ રામાનંદી સાધુ અને ભાવનગર જીલ્લામા વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬ માં ઝાઝરીયા હનુમાન દાદા મંદીરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળે જન્મ થયો તેમના પિતાનું નામ હરીદાસ બાપુ હતું.તેમના જીવન દરમિયાન બાપાએ અનેક પરચા બતાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.