Abtak Media Google News

હાર્દિકરાહુલ પરનો પ્રતિબંધ દૂર કરવા બીસીસીઆઈનો નિર્ણય

 

ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન કરી રહેલી કમીટીઓ એડમીનીસ્ટ્રેશને પોતાના નિર્ણયમાં યુ ટર્ન લેતા આવતીકાલના વન-ડેમાં હાર્દિક પંડયાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ કોફી વિથ કરનમાં વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને વન-ડેમાંથી સસ્પેન્ડ કરાયા હતા. પરંતુ વિનોદ રાયની આગેવાની હેઠળ સીઓએ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, જયાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી ખેલાડીઓને મેચ રમવા ઉપર પ્રતિબંધીત રાખવામાં આવશે. જો કે, તપાસની કાર્યવાહી લંબાતા બન્ને ખેલાડીઓની કારકિર્દીમાં જોખમ ન આવે માટે તેમને વન-ડેમાં રમવા દેવાની માંગ સ્વીકારવામાં આવી છે.

જો કે ક્રિકેટ જગતમાં એવી ચર્ચા ચાલી હતી કે, હાર્દિક પંડયાના ન્યુઝીલેન્ડમાં પૂર્ણ થયેલી વન-ડે અને સ્થાન આપવામાં આવશે. જયારે લોકેશ રાહુલ ડોમેસ્ટીક મેચો રમી શકશે. બન્ને ખેલાડીઓ સામે ફરિયાદ પણ કરવામાં આવી છે. જેની પાંચમી ફેબ્રુઆરીએ સુનાવણી થાય તેવી શકયતા છે. ઈન્ડિયા-એ ટીમ ઘર આંગણે થનાર વન-ડે સીરીઝ રમવાની છે ત્યારે તેમાં લોકેશનો સમાવેશ કરવામાં આવે તેવી શકયતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.