Abtak Media Google News

ર૧મી સદીમાં ભારતમાં હજુ કેટલીક સામાજીક પ્રથાને એવી રીતે જકડીને રાખવામાં આવી છે કે આધુનિક યુગમાં પણ માનવ સમાજની બોઘ્ધિક દ્રષ્ટિતા કેટલે હદે દયનીય સ્થિતિ ઉભી કરે છે તેનો તાગ કાઢવો પણ મુશ્કેલ બની છે.

દેશમાં કેટલીક જ્ઞાતિઓમાં હજુ નવપરણીત દુલ્હનનો ને કુંવારાપણાની કસોટીમાંથી પસાર થવાની ફરજ પાડવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારે સમાજનું આ દુષણ કાનુની અપરાધ ગણવાનો ક્રાંતિકારી આ નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્ર સહિત દેશમાં કેટલીક જ્ઞાતિઓમાં નવી નવેલી પરણેલી દુલ્હનને એ સાબિત કરવું પડે છે કે લગ્ન પૂર્વે તે સંપૂર્ણ પણે ‘વિર્જિન’ એટલે કે જાતિય રીતે કુંવારી હતી.

મહારાષ્ટ્ર સરકારે વિર્જીનીટી એટલે  કે કુંવારાપણું સાબિત કરવાની ફરજ પાડવાના રિવાજને કાનુની અપરાધ ગણવાનું નકકી કર્યુ છે. રાજયના કેટલાક સમાજ અને જ્ઞાતિઓમાં એવો રિવાજ છે કે જેમાં નવ પરણિતાએ પોતે લગ્ન પહેલા સંપૂર્ણપણે કુંવારી અને જાતિયા રીતે અખંડ હોવાનું પુરવાર કરવું પડે છે.

મહારાષ્ટ્રના ગૃહરાજય મંત્રી રણજીત પાટીલે રાજયના સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે આ મુદ્દે ચર્ચા  વિચારણા અને પરામર્શ માટે એક બેઠક યોજી હતી.

ગૃહ રાજય મંત્રી સાથે સામાજીક સંસ્થાોઅની બેઠકમાં શીવસેનાના પ્રતિનિધિ તરીકે ઉ૫સ્થિત રહેલા નિલમ ગોરહેએ જણાવ્યું હતું કે આ પ્રથા માનવતાના ધોરણે મહિલાઓ ઉપર દમનકારી ગણીને તેને રદ કરવી જોઇએ. સ્ત્રીચરિત્ર સામે સિધો પ્રહાર ગણાતી આ કુપ્રથા વિર્જીનીટી ટેસ્ટને કાનુની અપરાધ ગણવામાં આવશે. આ અંગે ન્યાયતંત્ર સાથે જરુરી પરમર્શ કરી ટુંક સમયમાં જ સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને લગ્ન પહેલા મહિલાઓના કુંવારા પણાને પરિક્ષણને કાનુની અપરાધનો દરજજો આપવામાં આવશે.

મહારાષ્ટ્રના કણંજાર ભટ્ટ અને બીજી કેટલીક સમુદાય જ્ઞાતિઓમાં નવપરણિત દુલ્હનોને ફરજીયાત પણે પોતે કુંવારી હોવાનું સાબિત કરવાની આ કુપ્રથા સામે કેટલાક જાગૃત ચળવળકારોએ ઓનલાઇન ઝુંબેશ શરુ કરી છે.

મંત્રી રણજીતે પાટીલે આ મુદ્દે જણાવ્યું હતું કે ગૃહ ખાતાએ આવા મામલાઓ પર નજર રાખવાની તૈયારી શરુ કરી છે અને જાતીય સતામણીના બનાવમાં ભોગ બનનારને કાનુની સહાય અને ન્યાય મેળવવા માટે સરકાર મદદરુપ થવા તૈયાર છે.

મહારાષ્ટ્ર સરકારે નવવધુઓને ફરજ પાડવામાં આવતી કુંવારપણાની સાબિતીને હવે કાનુની અપરાધ ગણવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.