Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાતમાં જાહેર સ્થળો પર હુમલાની ધમકી આપતા પત્રને પગલે રાજ્યના ગૃહ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં આઈબીના ડીજી, DGP, રિટાયર્ડ એર માર્શલ અને ATS ચીફ સહિતના ટોચના અધિકારીઓ સામેલ થયા હતાં.

આ સિવાય આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ સામેલ થયા હતાં. તેમજ રાજ્યમાં આઈબી ઈનપુટના પગલે સિનેમાઘરો, એસટી સ્ટેન્ડો, મોલ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.