Abtak Media Google News

અલગઅલગ ૧૮ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને ખાસ બોર્ડ મળશે જેમાં અલગ-અલગ ૧૮ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

૧૯મીએ મહાપાલિકામાં મળેલી સામાન્ય સભામાં બજેટની દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી દરમિયાન સ્ટેન્ડિંગે મંજુર કરેલી અનેક દરખાસ્તોને જનરલ બોર્ડની મંજુરી બાકી હોય. દરખાસ્તો મંજુર કરવા મેયર બીનાબેન આચાર્ય દ્વારા આગામી ૨૮મીના રોજ સવારે ૧૧ કલાકે ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. જેમાં રોશની વિભાગના વિવિધ બજેટ તથા ઝુ શાખાના ઝુ ડેવલોપમેન્ટ સ્કીમ બજેટમાંથી રોશની વિભાગના બજેટનો વર્ગ ફેર કરવા, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને ઉત્સવ માટે ટીપી પ્લોટ ફાળવવા, બે બિલ્ડીંગને જોડતા રસ્તા પર સ્ટીલ સ્ટ્રકચરનો કનેકટીંગ બ્રિજ મંજુર કરવા, ટીપી સ્કીમ નં.૧૪ (વાવડી)ની પુનરચનાની દરખાસ્તને પરામર્શ આપવા, ટીપી સ્કીમ નં.૩ (નાનામવા)ના ફાઈનલ પ્લોટ નં.૨૫ને એસઈડબલ્યુએસના હેતુમાંથી ગાર્ડનના હેતુમાં વર્ગ ફેર કરવા, સેન્ટ્રલ ઝોન ઓફિસમાં એટીએમની જગ્યા લીઝ માટે આપવા, અર્બન આઈસીડીએસ વિભાગનું નવું મહેકમ મંજુર કરવા, ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપના શોપીંગ સેન્ટરમાં, કવિ કલાપી ટાઉનશીપના શોપીંગ સેન્ટરમાં સહિત ઉધમસિંહ ટાઉનશીપના શોપીંગ સેન્ટરમાં, મવડીમાં સ્માર્ટ ઘર ટાઉનશીપમાં શોપીંગ સેન્ટર તથા મહર્ષિઅરવિંદ ટાઉનશીપ અને મહર્ષિ દયાનંદ ટાઉનશીપના શોપીંગ સેન્ટરમાં આવેલી દુકાનો જાહેર હરાજીથી વેચાણથી આપી તેના દસ્તાવેજ કરી આપવા, પેડક રોડ પહોળો કરવા કપાતમાં ગયેલી જમીનના બદલામાં ૭૫.૧૬ ચો.મી જમીન ફાળવવા તથા ટીપી સ્કીમ નં.૧૨ (રાજકોટ)ના ફાઈનલ પ્લોટ નં.૯૪ની જમીન એચપીસીએલને વેચાણથી આપવા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજ કામ ધ્યાનમાં લેવા સહિતની અલગ-અલગ ૧૮ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.