Abtak Media Google News

અમદાવાદ જીલ્લાના હાઈવે પર દિન પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે લીંબડી બાવળા હાઈવે પર આવેલ બગોદરા એસટી બસ સ્ટેન્ડ સામે ત્રીપલ અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો જેમાં જેમાં ડમ્ફર ટ્રક એસટી બસ નો અકસ્માત થયો હતો અકસ્માતમાં કપચી ભરેલી ડમ્પર પલટી મારતા ડમ્પર ચાલક ગોહિલ શૈલેષ ભાઈ પરષોત્તમભાઇ રહે ગામ શિયાળ તાલુકો બાવળા મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે લોકોને ઈજા થવા પામી હતી બોલ ત્યારે બગોદરા 108 દ્વારા બંને ઇજાગ્રસ્તોને બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને હાઇવે પર વાહનોને દૂર-દૂર સુધી લાંબી કતારો લાગી ગઇ હતી.

Img 20190304 Wa0115

ઘટનાની જાણ બગોદરા પોલીસને થતા બગોદરા પોલીસ મથકના પીએસઆઇ તથા સ્ટાફ ના લોકો ઘટના સ્થળે પહોંચી અકસ્માત થયેલા વાહનોને અડચણરૂપ થતા દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો તથા મરણ જનાર લાશનો કબજો લઈ બગોદરા આરોગ્ય કેન્દ્ર પર પીએમ અર્થ ખસેડાયા હતા ને વધુ તપાસ બગોદરા પોલીસે હાથ ધરી હતી.

Img 20190304 Wa0116

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.