Abtak Media Google News

રાજકોટ ચેમ્બરની એરલાઇન્સ કંપનીઓને રજુઆત

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રાજકોટ શહેર સૌરાષ્ટ્રની મઘ્યમાં વેપાર-ઉઘોગનું હબ હોવાથી આ દેશના ઝડપી વિકસીત શહેરોમાં સ્થાન ધરાવતું શહેર છે. રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર ઉઘોગના પ્રતિનિધિઓ બિઝનેશ, મેડીકલ ટુરીઝમ, એજયુકેશન અને ઓફીસના ગર્વમેન્ટના કામ કાજો માટે ઘણા મુસાફરો રાજકોટથી મુંબઇ તથા દિલ્હી અવાર નવાર મુસાફરી કરતા હોય છે. હાલમાં બીજી કોઇ એરલાઇન્સની સુવિધા ન હોવાથી અસહય ભાડા  ચુકવવા પડતા હોય છે તેમજ દીન પ્રતિદિન મુસાફરોનો ધસારો વધતો જતો જાય છે.

રાજકોટ ચેમ્બરએ રાજકોટ એરર્પોેર્ટ ખાતે હાલમાં એક માત્ર જેટ એરવેઝ કંપની દ્વારા આ બન્ને શહેરો વચ્ચે એરલાઇન્સની સેવા પુરી પાડવામાં આવે છે. પરંતુ આ એરલાઇન્સમાં લીમીટેડ સીટો હોય અને તે વાયા અમદાવાદ જતી હોવાથી સમયનો વ્યય થતો હોય છે.

તેથી આ એક માત્ર સેવા પુરતી ન લાગતી હોય આ બન્ને શહેરો વચ્ચે મોટાપ્રમાણમાં વધુ ટ્રાફીક રહેતો હોય તેને ઘ્યાનમાં લઇ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્પાઇસ જેટ લીમીટેડ, ઇન્ડિગો તથા એર ઇન્ડિયા ના ચેરમેનઓને તાત્કાલીક આ બન્ને શહેરો વચ્ચે રાજકોટ એરપોર્ટ ખાતે નવા એટીઆર ૭ર એટ ક્રાફટ શરુ કરવા ભારપુર્વક રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.