Abtak Media Google News

પરિણીત પ્રેમીના પુત્રનું કાઠુ કાઢવા પ્રેમિકાએ અન્ય છ આરોપીઓ સાથે મળીને આચર્યુ કૃત્ય

જામનગર નજીકના મોટીખાવડીના રહેતા પરિણીત પુરૂષ અન્ય સ્ત્રીના પ્રેમપાશમાં લપેટાયા પછી પત્નીને જાણ થઈ જતાં તે સંબંધો પર પૂર્ણવિરામ આવ્યું હતું. પરંતુ પ્રેમીને પામવા પાગલ બનેલી યુવતીએ પોતાની બે બહેનો અને ચાર શખ્સોને સાથે રાખી પ્રેમીના અગિયાર વર્ષના પુત્રને કેરોસીન પાઈ જીવતો સળગાવવાનો પ્રયાસ કરતા આ બાળકને ગંભીર રીતે દાખેલી હાલતમાં દવાખાને ખસેડાયો છે. પોલીસે પ્રેમિકા સહિતના સાતેય સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

મળતી માહીતી પ્રમાણે  જામનગર તાલુકાના મોટીખાવડી નજીક આવેલી ગૌશાળા પાસે રહેતા હિતેશભાઈ રમેશભાઈ રાઠોડ નામના દેવીપૂજક યુવાનનાં લગ્ન થોડા વર્ષ પહેલાં રૂપાબેન સાથે થયા પછી આ દંપતીને પુત્ર શાયરની પ્રાપ્તી થઈ હતી. તે દરમ્યાન હિતેશભાઈ જામનગરના સંગીતાબેન રાજુભાઈના સંપર્કમાં આવ્યા હતાં.

મોટીખાવડીમાં ભંગાર વીણવા માટે આવતી સંગીતા સાથે હિતેશને પ્રણયસંબંધ બંધાયો હતો. તેની સમય વિત્યે હિતેશના પત્ની રૂપાબેનને જાણ થતાં ઘરમાં ઝઘડાના મંડાણ થયા હતાં. થોડા સમય સુધી આવી રીતે ચાલ્યા પછી હિતેશે પત્ની તથા પ્રેમિકામાંથી પત્નીની પસંદગી કરી સંગીતા સાથેના સંબંધોનો અંત આણ્યો હતો. તેના પગલે સંગીતા ઉશ્કેરાઈ હતી. તેણીએ હિતેશને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે એકનોબે ન થતાં સંગીતાએ જ્યારે તેની સાથે સંબંધ હતાં ત્યારે બાંધવામાં આવેલા શારીરિક સંબંધને આગળ ધરી દુષ્કર્મના ગુન્હામાં ફીટ કરાવવાની ધમકી આપી હિતેશને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. આમ છતાં હિતેશે કોઠું નહીં આપતા સંગીતાએ બીજો જ રસ્તો લીધો હતો. તેને આકાર આપવા માટે  સંગીતા પોતાના બહેન અનસુયા રાજુભાઈ તથા લક્ષ્મીબેન સાથે આવી હતી. જ્યાં તેણીએ અન્ય ચાર શખ્સોને અગાઉથી બોલાવી રાખ્યા હતાં જ્યાં તે તમામે હિતેશ સાથે વાતચીત કર્યા પછી બદલો લેવાના ઈરાદાથી તેના અગિયાર વર્ષના પુત્રનું પકડી લઈ સંગીતાએ કેરોસીન પાઈ દીધા પછી બાકી વધેલું કેરોસીન તેના પર રેડી દીવાસળી ચાંપતા આ બાળક ગંભીર રીતે દાઝ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.