Abtak Media Google News

હથિયારનો ગુનો નહીં નોંધવા રૂ..૭૫ લાખ લીધા બાદ ત્રીજો હપ્તો સ્વીકારતા રંગે હાથે બે કોન્સ્ટેબલ ઝડપાયાતા

જામનગર એસઓજીના સ્ટાફે હથિયાર સાથે ઝડપાયેલા શખ્સના શેઠનું નામ નહીં ખોલવા રૂ.૫.૭૫ લાખ સ્વિકાર્યા બાદ ત્રીજો હપ્તો રૂ.૧.૨૫ લાખની લાંચ લેતા ઝડપાયેલા બે પોલીસમેન બે દિવસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

જામનગરના એક ફરિયાદી જાગૃક નાગરિકનો માણસ ફરિયાદીની મોટર સાઈકલ સાથે પિસ્તોલ સાથે જામનગર એસઓજીએ પકડાયેલ. આ ગુન્હામાં ફરિયાદીનું નામ નહીં ખોલવાના તથા આર્મસ એકટમાં પકડાયેલ ફરિયાદીના માણસને હેરાન નહીં કરવા તથા મોટર સાઈકલ સાહેબને કહીને પાછું અપાવવા પેટે રૂપિયા સાત લાખની માંગણી કરવામાં આવેલ. જેમાં ઓછું કરવાનું કહેતા પીએસઆઈ નહીં માને તેમ કહી બે દિવસ અગાઉ લાંચના રૂપિયા સાડા ત્રણ લાખ આરોપી વર્ગ-૩ પોલીસકર્મી ભગીરથસિંહ હેમંતસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી. જામનગરના વર્ગ-૩ના પોલીસકર્મીઓએ ફરિયાદી પાસે પડાવેલ.

ત્યારબાદ એક દિવસ પહેલા રૂપિયા બે લાખ પચ્ચીસ હજાર પણ આવી જ રીતે પડાવી લેતા સાત લાખ પૈકી બાકી રહેતી એક લાખ પચ્ચીસ હજારની રકમની ઉઘરાણી કરતા ફરિયાદીએ એન્ટી કરપ્શન વિભાગમાં ફરિયાદ કરતા રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન તળે ટ્રેપીંગ અધિકારી રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.એસ.આચાર્ય તથા તેમની ટીમે આજરોજ તા.૯/૩/૨૦૧૯ને શનિવારના રોજ ફરિયાદીની પટેલ કોલોની, જામનગર ખાતેની ઓફિસમાં છટકું ગોઠવી બંને આરોપીઓને ફરિયાદી પાસેથી લાંચના નાણા રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર સ્વિકારી એકબીજાની મદદગારી કરતા પકડાઈ ગયા હતા અને બંને આરોપીઓ વિરુઘ્ધ ધોરણસરની કામગીરી હાથધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.