Abtak Media Google News

ધરોઈ ડેમ આધારીત ૯૬.૧૨ કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ: સાબરકાંઠામાં ‚ા.૨૦૭ કરોડના વિકાસ કામો મુખ્યમંત્રીના હસ્તે પ્રજાર્પણ: આવનારા દિવસોમાં ‚ા.૩૨૬ કરોડના વિકાસ કામોને સરકાર હાથ ધરશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં હરેક પ્રજાજન-નાગરિકને ઘરઆંગણે શુધ્ધ પીવાનું પાણી પુરૂં પાડવા સર્વગ્રાહી આયોજન સરકારે કર્યુ છે.  સરફેસ વોટર પૂરૂં પાડીને ગુજરાતને હેન્ડ પમ્પ-ટેન્કર-બોર મૂકત રાજ્ય બનાવવાની નેમ તેમણે દર્શાવી હતી.  મુખ્યમંત્રી સાબરકાંઠાના નગરોને પર્યાપ્ત પાણી પુરૂં પાડનારી રૂ. ૯૬.૧ર કરોડની ધરોઇ આધારિત પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ અવસરે સંબંધોન કરી રહ્યા હતા.વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સરફેસ વોટર આપવાની દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે. ૧૬૭ નગરો અને ચાર હજાર ઉપરાંત ગામડાંઓમાં સરફેસ વોટર પહોચાડયું છે. એટલું જ નહી ૬૦૦ કિ.મી. દૂરી નર્મદા-ઉકાઇ-ધરોઇ અને કડાણામાંી પાઇપલાઇન દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી પહોચાડયુ છે.

મુખ્યમંત્રીએ હિમંતનગર-અંબાજી માર્ગને ચારમાર્ગીય ફોરલેન બનાવવાની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે આ કામ હાલ પ્રગતિમાં છે રૂા. ૩ર૬ કરોડના ખર્ચે આ કામ હા ધરાયુ છે. રસ્તો પહોળો  કરવા ઉપરાંત મુસાફરોની સુરક્ષા અને પદયાત્રીઓની સલામતીને પણ પ્રાધાન્ય આપ્યુ છે.  રાજ્યમાં ધાર્મિક સનોને જો માર્ગો પર પગદંડી બનાવવા રાજ્ય સરકાર આગ્રહી છે અને હિંમતનગર-અંબાજી ચાર માર્ગી પર પણ એ દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજી ઇડર-વડાલીના જનતાને રોજ-રોજ પીવાનું પાણી મળે તેવી વ્યવસ પ્રસપિત કરી છે. અગાઉ ૪પ વર્ષ સુધી શાસનમાં રહેલી કોંગ્રેસે પ્રજાની સમસ્યાઓ ઉકેલી નહી. દીર્ઘદ્રષ્ટિ- આયોજન અને ઇચ્છાશકિતના અભાવે પ્રજાની ઇચ્છાઓ ન સંતોષાઇ પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયોજનબધ્ધ અને દીર્ઘદ્રષ્ટિી કામ કરીને જનસુવિધાઓ ઉપલબ્ધ કરી એમ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાજ્યના સર્વસમાવેશક વિકાસની નેમ રાખી છે અને તેના પગલે તમામ જિલ્લાઓનો સમતોલ વિકાસ યો છે. છેલ્લા પાંચ વર્ષમાં માત્ર ઇડર વિધાનસભા વિસ્તારમાં રૂા. પ હજાર કરોડના વિકાસકામો કરાયા છે. સો સો ખેડૂતોના હિત માટે ગોડાઉન બનાવાયા છે અત્યાર સુધીમાં રૂા. ૪૮ર કરોડના ગોડાઉન બન્યા છે અને આજે નવ-દશ ગોડાઉન કાર્યાન્વિત કરાયા છે. આજ વિસ્તારમાં રૂા. ૬૩પ કરોડના રસ્તાના કામો પાંચ વર્ષમાં સંપન્ન યા છે.

અધ્યક્ષએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સાબરકાંઠા જિલ્લામાં અન્ય વિકાસના કામોને મંજૂરી આપી છે જેમાં ઇડર ખાતે ૧૦૦ બેડની હોસ્પિટલ, સાબરમતી ગેસ લાઇનને ઇડરી વડાલી સુધી લંબાવવી, રાણી તળાવ બ્યૂટી ફીકેશનનો સમાવેશ ાય છે, સો સો કૂબા ધરોલ ઉદ્દવહન યોજનામાંી રર તળાવો ભરાયા છે અને આગામી સમયમાં ૧૬ તળાવો ભરવા તેમજ ધરોઇ ડાબા કાંઠાની કેનાલમાંી અન્ય ૧૬ તળાવો ભરવાની યોજના રાજ્ય સરકારે મંજૂર કરી છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે ઇડર અને વડાલી એ.પી.એમ.સી. દ્વારા એક એક લાખનો ચેક ક્ધયા કેળવણી નિધિમાં મુખ્યમંત્રીને અર્પણ કરાયો હતો. અનેક સંસઓ-સંગઠનો સ્વૈચ્છિક સંસઓ- સમાજ પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીનું અને અન્ય મહાનુભાવોનું સ્વાગત-સન્માન કર્યુ હતું. આ પ્રસંગે ઉજવલ્લા યોજનાના ૧૦૦૦ જેટલા લાર્ભાીઓને તા વાડાની જમીન નિયમિતના લાર્ભાીઓને કીટ સહાયનું પણ વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે મંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પ્રભારી અને વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડીયા, સાંસદ દિપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન રમીલાબેન બારા, અગ્રણી  અશોકભાઇ ભાવસાર સહકારી અગ્રણી જેઠાભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, જ્યંતભાઇ પટેલ ઉપરાંત પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ મૂકેશ પુરી, જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જ્યંતિ રવિ, હયિારી એકમના ડી. જી. પ્રમોદકુમાર, જિલ્લા વિકાસ અધિકારી હર્ષ વ્યાસ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રવિણમાલ સહિત અને શહેરીજનો તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.