Abtak Media Google News

વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજતા મ્યુનીસિપલ કમિશનર બંછાનીધી પાની

ભારત સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાજેતરમાં “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯”માં રાજકોટ શહેરે ૯મો ક્રમ પ્રાપ્ત થયો છે  અગામી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ની પૂર્વ તૈયારી શરૂ કરવાના ઉમદા આશય સાથે શહેરના વિવિધ એશોસીએશન તથા એન.જી.ઓ સાથે મહાત્માં  ગાંધી મ્યુાઝીયમ ખાતે  મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ મિટિંગમાં “સ્વચ્છ ભારત મિશન”માં હાલ રાજકોટ ક્યા ક્યા ફિલ્ડમાં કયા તબક્કે છે તેની રૂપરેખા આપી હતી અને તાજેતરમાં જાહેર થયેલા “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯”નાં પરિણામોમાં રાજકોટનાં પ્રગતિરૂપ પરફોર્મન્સ બદલ તમામ નાગરિકો અને એશોસીએશન તથા એન.જી.ઓ. પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો.

Img 20190319 Wa0008 1 આ ઉપરાંત આગામી સ્વચ્છ સર્વેક્ષણમાં રાજકોટને સ્વચ્છ શહેર નં- ૧ બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કરવા શહેરના તમામ  એશોસીએશન તથા એન.જી.ઓ.નાં સાથસહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. મ્યુનિ. કમિશનરશ્રીના આ અનુરોધનાં પ્રત્યુત્તરમાં તમામ એશોસીએશન તથા એન.જી.ઓ. પૂર્ણ સહયોગ પ્રદાન કરવા સહમતિ દર્શાવી રાજકોટ મહાનગરપાલિકાનાં ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી.

મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ આ મિટિંગમાં સ્વચ્છ ભારત મિશનનાં હાર્દ વિશે એક સરસ વાત કરી હતી કે, આ રાષ્ટ્રવ્યાપી અભિયાન માત્ર આપણા શહેર કે ગામને માત્ર સ્વચ્છ રાખવા પૂરતું સીમિત નથી. જ્યાં ત્યાં કચરો ન ફેંકવો એ જાગૃત નાગરિક તરીકેની માત્ર ફરજ ન બની રહે પરંતુ એક આદત બની જાય અને આપણા જીવનનો એક હિસ્સો બની રહે તેવો આશય ધરાવતું આ અભિયાન દેશને એક નવા સામાજિક પરિવર્તન અને ક્રાંતિ તરફ લઇ જશે. એક હાથે ક્યારેય તાલી વાગી શકતી નથી એમ સ્વચ્છ ભારત મિશન સૌના સાથસહકાર સાથે જ આ નવા બદલાવના નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરી શકશે. મ્યુનિ. કમિશનરનાં ઉદબોધન અને આહવાનનો મિટિંગમાં ઉપસ્થિત તમામ એન.જી.ઓ. અને સંસ્થાઓનાં પ્રતિનિધિ ઓએ એક અવાજે હકારાત્મક અને ઉત્સાહવર્ધક પ્રતિભાવ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.