Abtak Media Google News

રાજકોટના આંગણે વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં

કથા મહાત્મ્ય, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, ફૂલફાગ મનોરથ સહિતનાં કાર્યક્રમો: હવેલીમાં શ્રીનાથજી પ્રભુ, શ્રી દ્વારકાધીશજી પ્રભુ, શ્રીબાલકૃષ્ણલાલજી, શ્રી ગીરીરાજજીના દિવ્ય સ્વરૂપો બિરાજમાન થશે

શહેરના આંગણે વૈષ્ણવાચાર્ય પુ.પા.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણા તેમજ અધ્યક્ષતામાં શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડના મુખ્ય કાર્યાલય શ્રીનાથધામ હવેલીના ઉદઘાટન મહોત્સવનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.૨૨ થી ૨૯ માર્ચ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.Vlcsnap 2019 03 23 12H38M05S4જેમાં વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના વચનામૃત તથા પૂ.કિશોરચંદ્ર શાસ્ત્રીજી દ્વારા સુંદર શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.આ શુભ અવસરે બાન લેબના મૌલેશભાઈ ઉકાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ શ્રીમદ ભાગવત સપ્તાહનો લાભ લીધો હતો.

શ્રીનાથધામ મહોત્સવ એટલે દિવ્ય મનોરથની અનુભુતી: મૌલેશ ઉકાણીVlcsnap 2019 03 23 12H38M12S89

શ્રીનાથધામ હવેલી ઉદઘાટન માટે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦ અને ૩૧મીએ આ દિવ્ય ભકિતમય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને હવેલીનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે યુવા વૈષ્ણવ આચાર્ય વ્રજરાજકુમાર મહોદયનાં સાંનિઘ્યમાં આજે કાર્યક્રમ થઈ રહ્યો છે. પ્રણવજનો માટે અહીં કોઈ હવેલી ન હતી માટે લોકોને હવેલીનો પણ લાભ મળે અને લોકો ઈશ્વર તરફ વધુ આગળ વધે અને આ પ્રકારનાં સુંદર મનોરથનો પણ લાભ મળે એના માટે આયોજન થઈ રહ્યું છે.

ધર્મપ્રેમી જનતાનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે: મહેન્દ્રભાઈ ફળદુVlcsnap 2019 03 23 12H38M16S122

મહેન્દ્રભાઈ ફળદુએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, રાજકોટ શહેર ખાતે વીવાયઓ સંસ્થાનાં અધ્યક્ષ તરીકે સમગ્ર લોકોનું સ્વાગત કરતા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનનાં માધ્યમથી રાજકોટ શહેરનાં વૈષ્ણવ પરિવાર વિસ્તારમાં આ હવેલી બનાવાઈ રહી છે. એમનું મંગલ ઉદઘાટન તા.૩૦ અને ૩૧નાં રોજ રાખવામાં આવ્યું છે. વૈષ્ણવ પરિવાર માટે એક વિશેષ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રોજે રોજ ઠાકુરજી અને વલ્લભજીનું જ્ઞાન લોકોને પીરસવામાં આવ્યું હતું. ખાસ ૮ દિવસ માટે આ વિશેષ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હવેલીનાં મુખ્ય મનોરથ મૌલેશભાઈ ઉકાણી પરિવારનાં સહયોગથી હવેલીનું નિર્માણ થઈ રહ્યું છે. તમામ વૈષ્ણવ સમાજનાં પરિવારોનો પણ આભાર માનુ છું. આવનારા દિવસોમાં ૧૦ થી ૧૫ હજાર લોકો પ્રતિ દિવસ કથાશ્રવણ કરશે તે વાત પણ નકકર છે.Vlcsnap 2019 03 23 12H37M57S182

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.