Abtak Media Google News

કચ્છના લાકડીયામાં વિજ્ઞાન જાથાનો ‘ચમત્કારોથી ચેતો’ કાર્યક્રમ યોજાયો; ઋતુચક્રમાં ધરખમ ફેરફારોના કારણે વરસાદના વરતારા અપ્રસ્તુત ; જાગૃતોએ પ્રશ્ર્નો પુછી શંકાનું સમાધાન કર્યું

કચ્છ-ભૂજ જિલ્લાના ભચાઉ પાસે લાકડીયા ગામે જાગૃતોની વિચારગોષ્ઠી સાથે અંધશ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. જાગૃતોનાં મુંઝવતા પ્રશ્ર્નોનું નિરાકરણ કરી ૨૧મી સદીમાં અવૈજ્ઞાનિક વર્ષા પરિસંવાદ બંધ કરવા સાથે વરસાદના વરતારા બંધ કરવાથી સમાજ રાષ્ટ્રને કશું જ નુકશાન થવાનું નથી તેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. વૈજ્ઞાનિક ચમત્કારો શીખડાવી દેવામાં આવ્યા હતા.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ બૌધ્ધિકોના પ્રશ્ર્નોના જવાબમાં જણાવ્યું કે પ્રતિ વર્ષ વર્ષા પરિસંવાદમાં વરસાદના વરતારાઓનો ક‚ણ રકાસ થાય છે. તેના કારણમાં વરતારા કરનારા પાસે વિજ્ઞાનની કસોટીમાં પાસ થાય તેવા એકપણ ઉપકરણ નથી વર્ષા પરિસંવાદો વર્તમાન સમયમાં અપ્રસ્તુત અતાર્કિક હોય કાયમી બંધ કરવા જોઈએ. વરતારા કરનારાઓમાં એક્સૂત્રતા કદી જોવા મળતી નથી. વરતારાને વિજ્ઞાનનો કોઈ આધાર નથી સાથે પ્રાયોગસિધ્ધ પણ નથી. તેથી દર વર્ષે ખોટા પડે છે. પરિસંવાદના આયોજકો, આગાહીકારો પોતાનું જુનુ પુરાણું વળગણ, છિન્ન મનોવૃત્તિ સાથે પછાત પણું ખોટી પરંપરાને તિલાંજલી આપી નવાંગતુક સર્જન કરવું જોઈએ.

જાથાના ચેરમેન જયંત પંડયાએ વધુમાં જણાવ્યું કે ભારતમાં વરસાદની જાણકારી માટે અધતન ઉપકરણો, વૈધશાળાઓ, ઉપગ્રહો મારફત નિરીક્ષણ, વિજ્ઞાનના સાધનો, પરિક્ષણ, ક્રિયા કારણનો સંબંધ, વર્ષોની આંકડાકીય માહિતી, પવનની ગતિ, દરિયાઈ સંબંધી લો પ્રેસર,કારણો ધ્યાનમાં રાખી વરસાદ, વાવાઝોડા, સંબંધી કરી જાણકારી આપવામાં આવે છે. તેમાં પણ ખોટા પડે તો પ્રયોગસિધ્ધ કારણો નજરોનજર ટીવી માધ્યમ દ્વારા બતાવી કે જોઈ શકાય તેવા પૂરતા કારણો જનસમાજને જણાવે છે.વરતારા કરનારા મોસમ વિભાગ ખોટુ પડે છે. તેવું કારણ આપી બચાવ કરે છે.

જાથાના પંડયાએ જણાવ્યું કે ૨૧મી સદીમા પૃથ્વી, વિષુવવૃતના પટ્ટા ઉપર ઋતુચક્ર, વાતાવરણમાં ધરખમ ફેરફારો થઈ ગયા છે. ગરમીનું પ્રમાણ વધી ગયું છે. પૃથ્વી રાત્રીનાં ઠંડી થવી જોઈએ. તેમા ફેરફારો નોંધાયા છે. કાર્બન ડાયોકસાઈડ, નાઈટ્રોજનને સપ્રમાણ રાખવા વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. પૃથ્વી ઉપર વરસાદ પડવા સંબંધી અસાધારણ ફેરફારો વિશ્ર્વના લોકો નજરે જોવે છે. થોડા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકો દુકાળ શબ્દ ભૂલી ગયા છે. ત્યારે વરતારા કરવા તે નર્યું ગાંડપણ છે.

વર્ષા પરિસંવાદના વરસાદના વરતારા બંધ કરવા સંબંધી જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.