Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ જિલ્લા સહિત ગુજરાતભરમાંથી ભુદેવો ઉમટી પડશે: પૂ.ક્રાંતીકારી સંત મુકતાનંદજી બાપુના હસ્તે ઉદઘાટન: બાઈક રેલી, ઘ્વજારોહણ, લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની સ્થાપના ઈ.સ.૧૯૮૩માં થયેલ આના અનુસંધાને દર બે વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છના અલગ અલગ જીલ્લામાં અધિવેશનો થતા હોય છે. તેના અનુસંધાને તા.૧૩/૪/૨૦૧૯ અને ૧૪/૪/૨૦૧૯ના રોજ સૌરાષ્ટ્ર કચ્છનું ૨૫મું મહાઅધિવેશન સોમનાથના સાનિઘ્યમાં થવા જઈ રહ્યું છે. આ મહાઅધિવેશનમાં સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ જીલ્લા તેમજ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભુદેવ ભાઈ-બહેનો ઉપસ્થિત રહેવાના છે.

આ મહાઅધિવેશનમાં ઉદઘાટક પરમપૂજય ક્રાંતીકારી સંત મુકતાનંદજીબાપુ (પ્રમુખ અખિલ ભારત સાધુ સમાજ) રહેવાના છે. તેમજ મહાઅધિવેશનમાં પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રહેવાના છે.

આ અધિવેશનમાં પ્રોજેકટર દ્વારા આર્શીવચન પરમપૂજય જગતગુ‚ શંકરાચાર્યજી મહારાજના પરમ શીષ્ય પરમપૂજય દંડી સ્વામી સદાનંદજી સરસ્વતીજી મહારાજ તથા પરમપુજય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવશે. આ સમારોહમાં સુભચિંતકો કેશુભાઈ પટેલ (ચેરમેન, સોમનાથ ટ્રસ્ટ) તથા પ્રવિણભાઈ કે.લહેરી (ટ્રસ્ટી, સેક્રેટરી સોમનાથ ટ્રસ્ટ) રહેશે.

આ સમારોહમાં ભુદેવ કલાકારો દ્વારા લોકડાયરો તેમજ દેવાધીદેવ મહાદેવ ભગવાન સોમનાથ તથા પરશુરામ ભગવાન તેમજ રામજી મંદિરમાં ઘ્વજારોહણનો કાર્યક્રમ રાખેલ છે અને સમારોહને વધારે સુંદર બનાવવા યુવાનો દ્વારા વેરાવળ બીલેશ્ર્વર મંદિરથી શારદામઠ સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે.

આ સમારોહનો હેતુ ભુદેવોની રાજકીય રીતે થતી અવગણના સમાજને સંગઠન કરી એક તાંતણે બાંધવો, શિક્ષણનો સ્તર ઉચ્ચુ લાવવું તથા અન્ય મુદા ઉપર સમાજને સંગઠીત કરવો તેવો હેતુ આ અધિવેશનનો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.