Abtak Media Google News

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પૂર્વોત્તર રાજયોમાં થયેલા ભારે મતદાને ભાજપ અને એનડીએને સારા પરિણામોની અપેક્ષા: ઉત્તર અને દક્ષિણ રાજયોમાં થયેલા મધ્યમ મતદાનથી દરેક પક્ષો માટે બંધ મુઠ્ઠી જેવી સ્થિતિ

પશ્ર્ચિમ બંગાળમાં તૃણમુલ, ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે થનારો ચતુષ્કોણીય જેવો ચૂંટણી જંગ ભાજપને સીધો ફાયદો કરાવે જેવો રાજકીય પંડીતોનો મત

લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબકકો ગઈકાલે યોજાયો હતો જેમાં ૧૮ રાજયો અને બે કેન્દ્ર શાસીત પ્રદેશોની ૯૧ બેઠકો માટે થયેલા મતદાનમાં ઉત્તર પ્રદેશ અને દક્ષિણ રાજયોમાં પ્રમાણમાં નિરસ મતદાન થયું હતુ જયારે પૂર્વોત્તરા રાજયોમાં ભારે મતદાન થવા પામ્યું હતુ પશ્ર્ચિમ બંગાળ સહિતના પૂર્વોત્તર રાજયોમાં થયેલા ભારે મતદાનની આ રાજયોમાંભારે રાજકીય ઉત્તેજના જગાવી છે. લાંબા સમયથી મજબૂત જનાધાર ભો કરવાનો પ્રયાસ કરી રહેલા ભાજપ અને તેના સહયોગી પક્ષોના એનડીએ મોરચાને ભારે સફળતા મળવાની સંભાવના સેવાય રહી છે. જયારે કોંગ્રેસ પ્રેરીત યુપીએ અને મમતાદીદી માટે ભારે મતદાન માઠા સમાચાર લાવે તેવી શકયતાઓ રાજકીય પંડિતો સેવી રહ્યા છે.

ગઈકાલે યોજાયેલી લોકસભાની પ્રથમ તબકકાની ચૂંટણીમાં પશ્ર્ચિમ બંગાળની બે બેઠકો કૂચ બિહાર અને અલિયુરદૌરમાં મતદાન યોજાયું હતુ આ બંને બેઠકો પર ૮૧ ટકા જેવું ભારે મતદાન થવા પામ્યું હતુ ત્રિપુરાની એક બેઠક પર ૮૨ ટકા, મિઝોરમની એક બેઠકમાં ૬૦ ટકા અરૂણાચલ પ્રદેશની બે બેઠકો પર ૬૬ ટકા, આસામની પાંચ બેઠકો પર ૬૮ ટકા, મેઘાલયની બે બેઠકો પર ૬૨ મણીપૂરીની એક બેઠક પર ૭૮ ટકા, નાગાલેન્ડની એક બેઠક પર ૭૦ ટકા જેવું ભારે મતદાન થવા પામ્યું હતુ આમ, પૂર્વોત્તર રાજયોમાં સરેરાશ ભારે મતદાન થવા પામ્યું હતુ જયારે હિન્દી પટ્ટશના રાજયો બિહારની ચાર બેઠકો પર ૫૦ ટકા, ઉતરાખંડની પાંચ બેઠકો પર ૪૬.૫૯ ટકા, ઉત્તરપ્રદેશની આઠ બેઠકો પર ૫૯.૭૭ ટકા જેટલુ ઓછુ મતદાન થવા પામ્યું હતુ જમ્મુ કાશ્મીરની બે બેઠકો પર ૫૪.૪૯ ટકા મતદાન નોંધાયું હતુ.

તેવી જ રીતે દક્ષિણના રાજયો એવા આંધ્રપ્રદેશની ૨૫ બેઠકો પર ૬૬ ટકા, તેલંગાણાની ૧૭ બેઠકો પર ૬૦.૫૭ ટકા, ઓડીસાની ૪ બેઠકો પર ૬૩ ટકા, જેવું મતદાન થવા પામ્યું હતુ આ મતદાનના આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ઉતર અને દક્ષિણના રાજયોમાં પ્રમાણમાં મધ્યમ જયારે પૂર્વોત્તરના રાજયોમાં ભારે મતદાન થવા પામ્યું છે. જેથી પૂર્વોત્તર રાજયોમાં લાંબા સમયથી પોતાનો મજબૂત જનાધાર ઉભો કરવાનો પ્રયાસ કરી રહેલા ભાજપ અને તેના સહયોગી એનડીએનાં પક્ષો માટે સોનાનો સુરજ ઉગાડે તેવી સંભાવનઓ જોવામાં આવી રહી છે. જયારે, કોંગ્રેસ પ્રેરિત યુપીએ મોરચા અને બંગાળમાં તૃણુમુલના મમતાદીદી માટે નબળા પરિણામોની આગાહી રાજકીય પંડીતો સેવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના સ્થાનિક ગઠ્ઠબંધને ભાજપ માટે પડકાર સર્જ્યો!!

દેશના રાજકારણમાં અતિ મહત્વની મનાતી ઉત્તર પ્રદેશની ચૂંટણી જેમ જેમ આગળ વધતી જાય છે. તેમ તેમ વિવિધ રાજકીય નેતાઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા ભાન ભૂલીને બેફામ નિવેદનો કરવા લાગ્યા છે. તાજેતરમાં સપા-બસપારૂ અને રાલોદના ગઠબંધનની સરહાનપૂરમાં સંયુકત રેલીને સંબોધતા માયાવતીએ દેવબંધ મુસ્લિમોને અમુક પક્ષોને મત ન આપવા અપીલ કરી હતી જેથી જિલ્લા ચૂંટણી પંચ પાસે થયેલી અનેક ફરિયાદો બાદ ચૂંટણી પંચે માયાવતીને નોટીસ પાઠવી છે. માયાવતીની આ અપીલનો જવાબ આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેના પ્રવચનમાં આ ચૂંટણી અલી વિરૂધ્ધ બજરંગબલીની હોવાનું જણાવ્યું હતુ જેથી ચૂંટણી પંચે તેમને નોટીસ પાઠવીને જવાબ રજૂ કરવા તાકીદ કરી છે. દિલ્હીની ગાદીસર કરવા માટે મહત્વનું માનવામાં આવતું ઉત્તરપ્રદેશનું રાજકારણ આ વખતે અનેક રીતે કરવટ લઇ ચુકયું છે. ૨૦૧૪ની ચુંટણીઓના માહોલને આ વખતના પાંચ મુખ્ય પરિબળોના કારણે ગત ચુંટણી અને આ વખતની ચુંટણી અનેક રીતે બદલાઇ ચુકી છે. ગઇકાલે ઉત્તરપ્રદેશના પશ્ર્ચિમ વિભાગની આઠ સંસદીય મત વિસ્તારોની ચુંટણી માટે મતદાન થયું હતું. ભાજપ માટે આ વખતે એવા પાંચ પરિબળોનો સામનો કરવાની ફરજ પડી છે કે જે ગત ચુંટણીમાં તેના મદદગાર હતા.

૨૦૧૪ની ચુંટણી મુજજફર નગરમાં ૨૦૧૩ દરમિયાન સર્જાયેલા કોમી હુલ્લડો બાદ છ મહિનામાં  જ ચુંટણી યોજાઇ હતી. રાજયમાં કોમી હુલ્લડમાં ૬૦ મૃત્યુ અને હજારો બેઘર બન્યા  ના બનાવે સામાજીક વ્યવસ્થા છીન્ન ભીન્ન કરી નાંખી હતી. મુસ્લીમો જાટ અને ગુજજરો વચ્ચે ફાટી નીકળેલા હુલ્લડરો વચ્ચે ચુંટણી યોજાઇ હતી. આ વખતે આરએલડીના નેતા અજીતસિંહ અને તેના પુત્ર જયતે જાટ અને મુસ્લીમ વોટ બેન્કનું ધ્રુવીકરણ અટકાવવા સદભાવના યાત્રાના માઘ્યમથી બન્ને સમુદાયોમાં શાંતિની સ્થાપના કરવામાં સફળતા મેળવી છે બીજા પરિબળમાં ગયા વખતે અનિલેશ યાદવ સરકાર સામે યુ.પીમાં એન્ટિ ઇન્કમબંસી પરિબળ પ્રભાવ બન્યું હતું. આ વખતે ભાજપને રાજય અને કેન્દ્ર સરકારના બેવડે મોરચે એન્ટિઇન્કમબંસી પરિબળો નો સામનો કરવો પડશે. વિકાસનો મુદ્દો અને કેટલાક સળગતા પ્રશ્ર્નોમાં શેરડીના ભાવ અને બુલંદ શહેરમાં વરિષ્ઠ પોલીસ અધિકારીની હત્યાનો મામલોએ ઉત્તર પ્રદેશના મતદારોને ભાજપ વિરુઘ્ધ કરી દીધા છે. આ વખતે ભાજપ માટે મોટા પડકારજનક પરિસ્થિતિમાં સંગઠીત વિપક્ષ કે જે પાંચ વરસ પહેલા વિભાજીત હતા. નિરુત્સાહ હતા. ૨૦૧૪માં સપા, બસપા સહીતના તમામ અલગ અલગ લડયા હતા. અને બધાં જ સારુ થઇ ગયા હતા. આ વખતે અજીતસિંહની આરએલડીએ ગઠબંધનની ગાંઠ વાળી છે. જો કે કોંગ્રેસ તેના બંધનની ગાંઠ વાળી છે જો કે કોંગ્રેસ તેની સામે નથી પણ કોંગ્રેસ પાસે મર્યાદિત બેઠકો હોવાથી બહુ ફરક નહિ પડે, ભાજપને મત ન આપવાની ઇચ્છા ધરાવતા મતદારો માટે સ્પષ્ટ વિકલ્પ સામે આવ્યો છે. ૨૦૧૪માં ભાજપના તમામ ઉમેદવારો કોરી પાર્ટીના નવા ચહેરાના રુપમાં હતા આ વખતે આ તમામ ચહેરાઓ એન્ટીઇન્કમબંસી અને કેટલીક બેઠકો પર નબળા ઉમેદવારોના કારણે ભાજપને ભીંસ પડી ગઇ છે.

૪થી એપ્રિલે ભાજપના જ કાર્યકરોએ બુલંદ શહેરમાં ભોલાસિંધ સામે દેખાવો કર્યા હતા. ત્યારે યોગીને કહેવું પડયું હતું કે આ ચુંટણી નરેન્દ્ર મોદી માટેની છે. યુ.પી.માં આ વખતે મતોનું ધ્રુવીકરણ અને ભડકાઉ ભાષણો થી પરિસ્થિતિ બદલવાની ગણતરીઓ સાચી નહી પડે મુસ્લીમ અને દલીત વોટબેંકની મુક રણનીતી અને લોકસભાની ગત ચુંટણી થી આ વખતે બદલાયેલ માહોલ યુ.પી.ના રાજકીય સમીકરણો ફેરવી નાખે તેવું દેખાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.