Abtak Media Google News

મહોસમાધિ-દિને માનવેશ્ર્વરના ઉપદેશ દ્વારા સચોટ ઉકેલી શકાય !

અષાઢી મેધ વરસીે છે. ત્યારે આકાશમાં જે ધનઘોર વાદળાં, મનોરમ્ય મેધધનુષ અને સમૃઘ્ધિની આશા આપતા નવાં નવાં રંગબેરંગી ચિત્રો જોવા મળે છે એ રાતોરાત સર્જાયા નથી હોતા. દિવસો અને મહિનાઓ સુધી તપ અને પરિશ્રમની જે પ્રક્રિયા ચાલે છે, એનાં કારણે જ એ ચિત્રો સર્જાય છે અને અષાઢી મેધનું સ્વપ્ન સાકાર બને છે!

‘તાજમહાલ’ની વિશ્ર્વવિખ્યાત ઇમારત તૈયાર થઇ ગઇ એ પછી એના ઇજનેરે ત્યાં પડેલાં કેટલાક પથ્થરો એકઠા કરવા માંડયા, એને એ પથ્થરો એકઠા કરતો જોઇને શાહજહાન ખડખડાટ હસ્યો અને કટાક્ષમાં એવા શબ્દો ઉચ્ચાર્યા કે, ‘તાજમહલનો સર્જક આટલો બધો છીછરા જીવનો?’ જવાબમાં એ ઇજનેરે હળવેથી કહ્યું, ‘તમે અત્યારે જુઓ છો એ તાજમહલ’ સૌ પ્રથમ તો આ પથ્થર જ હતો. તપ અને પરિશ્રમે જ એને ‘તાજમહલ’ નું નમણું રુપ આપ્યું છે ! દ્રષ્ટિભેદ અનેક બાબતોમાં અંતરાય પાથરે છે.

પૂ. રણછોડદાસબાજુ મહરાજશ્રીએ માનવતાનાં મોંધેરા મીશનનો દેશભરમાં અને દેશની બહારના વિશ્ર્વમાં ઝડો ફરકાવ્યો તેની પાછળ પણ તેમનું તપ, તેમનો ત્યાગ અને તેમની અદૂભૂત શકિત કારતભૂત બની છે એ હકિકત કોઇથી અજાણી નથી.આપણો દેશ કાળજાળ ગરીબાઇની સમસ્યાથી ખરબદે છે અને કલ્પનામાં ન આવે એવી મુંઝવણ અનુભવતો રહ્યો છે.

તેમણે એનો ઉકેલ શોધી આપીને માનવજાતને દંગ કરી દીધી છે તેમણે એવી ચેતવણી ઉચ્ચારી છે કે, ગરીબોને સત્તાવશો નહિ અને તેમની ઉપેક્ષા  કરશો નહિ, જો એમનો માલિક જોઇ જશે કે સાંભળી જશે તો તમારી ખેર નહિ રહે!પૂ. મહારાજશ્રીની આ વાત પાછળ માત્ર ધર્મભાવના છે. એટલું જ નહિ પણ સમાજનું સાચે-સાચુ દર્શન છે. અને માનવીના આજના સમાજની મુંઝવતી સમસ્યાઓનો અર્થપૂર્ણ ઉકેલ પણ છે.

જયાં સુધી સમાજમાં માનવી ગરીબ અને ભુખ્યો-દુ:ખ્યો હશે ત્યાં સુધી એની રઝળપાટ રોટી, કપડા અને મકાન માટે જ રહેવાની.. ધર્મ અને સામાજીક સત્કર્મની વાતો એને ગળે નહિ ઉતરે કે એ તરફ વળવાનું તેના માટે શકય પણ નહિ બને! ગરીબી અને તેની ભૂખની સમસ્યા, ઉકેલ્યા પછી જ ધર્મ તરફ અને પરમ પવિત્ર કર્મ તરફ જઇ શકાશે. હિન્દુસ્તાનમાં જે દિવસો કે જે કાળ સુખ વૈભવના હતા ત્યારે હિંદુસ્તાન વધુ ધર્મી નહોતો! રાજા રામચંદ્રજીનો વખત કે મહાવીર સ્વામીનો વખત એના દ્રષ્ટાંતો નથી?

આજના ભારતની અને આજના માનવ સમાજની સ્થિતિ અષાઢી મેધ પહેલાતા ઉકળાટની છે અને પૂ. રણછોડદાસજી મહારાજે સીંચેલા તપના પ્રભાવથી માનવીનાં મનને અને માનવીના સમાજને લીલુંછમ કરી દે તેવો પુણ્યમય વરસાદ વરસાવવાનો જ એમણે પાયો નાખી દીધો છે અને ઇમારતની તૈયારીઓ પણ કરી આપી છે…એમના ઋણ ને યાદ રાખીને આપણે બધા એમણે કલ્પેલા વરસદાને માટે માનવતાના યજ્ઞો ચાલુ રાખીએ, પછી એ નેત્રયજ્ઞો હોય, અન્નક્ષેત્રો કે રાહત-કામોના યજ્ઞો હોય !

આટલું થશે તો સમાજમાં ઠેરઠેર માનવતાના મોરલા ગહેકવા માંડશે, માનવ-માનવ વચ્ચેના પ્રેમને વહાલની વાદળીઓ વરસવા લાગશે, સૌના મન ને હ્રદય સુખ સંતોષથી લીલાછમ બની જશે અને ધર્મના એવા પરબો મંડાશે કે કયાંય અસંતોષરૂપી તરસ નહીં રહે!આપણા આજના નેતાઓ દેશભરમાં રીબાતા પીડાતા ગરીબોની સમસ્યા ઉકેલી શકતા નથી એમાં જેટલો એમની અણઆવડતનો દોષ છે એનાં કરતાં એમની નિયતનો તથા એમની મતિભ્રષ્ટતાનો દોષ છે.

તેઓ પ્રજાની નજરમાંથી અને પ્રજાના હ્રદયમાંથી નીચે ઉતરી ગયા છે. તેમણે હાથે કરીને નિજી સ્વાર્થને ખાતર તેમને છબિને ખરડાવા દીધી છેે. ભારતનું રાજકારણ યુઘ્ધનું મેદાન બની ગયું છે. શામ, દામ, દંડ, ભેદનો હીન આશરો લઇનેય એમને સત્તા હાંસલ કરવી છે અને દેશનાં હિતોને ઠોકરે મારીને તથા સંસ્કાર-સંસ્કૃતિકને નીવે મૂકીને પણ તે બધા, કાં તો એકલા, અથવા તો સામુહિક રીતે દેશને લૂંટી રહ્યા છે.

તેઓ મંદિરોમાં જાય છે તે પણ ગરીબ અને અજ્ઞાની મતદાર  પ્રજાને ભરમાવવા માટે જ જાય છે. ચૂંટણીઓ સિવાય તેઓ મંદિરો ધર્મસ્થાનોનો ભાવ જ પૂછતા નથી !બંદૂકની અણીએ મરવા કરતાં ભૂખે મરવું અધરું છે એ વાથ તેઓ જાણે જ તેઓ બરાબર જાણે છે, અને સંતવર્ય સદગુરુ ભગવાન તેનો સચોટ ઉકેલ ચીંધી ચૂકયા છે. તો પણ તેને લગતાં પગલાં લેવાતાં જ નથી, એમ કહેવું પડે છે.

આવતીકાલે માનવેશ્ર્વર સમા મહામાનવ પૂ. રણછોડદાસજી મહારાજશ્રીનો મહાસમાધિ દિન છે એમના વચનાંમૃતોમાં ઉપદેશમાં આપણી સમાજીક તેમજ રાષ્ટ્રીય સમસ્યાઓના સચોટ ઉકેલ છે. તેઓ અવ્યકત છતાં પૂરેપૂરા અનુભવાથી એવા હાજરાહજુર છે. એવો પ્રજાને સાબિત પૂર્વકનો ભરોસો છે. આવતીકાલના અવરસે સમાજના અને રાષ્ટ્રના ભલા માટે એમની તપભીની અને દિવ્યોત્તમ સહાય લેવામાં જ ડહાપણ છે હજારોની સંખ્યામાં ઉ૫સ્થિત રહીને ધર્મસત્તાને ખપમાં લેવાની પ્રણાલિકા આપણી સંસ્કૃતિમાં છે જ ! તેનાઓ ન સમજે તો તેઓ નેતાઓ મટી જવાનું પાપી વ્હોરશે એમ આપણા પૂર્વજો કરી ગયા છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.