Abtak Media Google News

જેસીઆઇ ઝોન-૭ માં અર્ધવાર્ષિક સંમેલન તા. ૧ર મેના રોજ કલોલ મુકામે યોજવામાં આવ્યું હતું. જેમાં જેસીઆઇ રાજકોટ પ્લેટીનમને અડધા વર્ષની કામગીરી માટે અલગ અલગ ૧૩ એવોર્ડ  મેડલ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

પોતાના સતત હારમાળા રુપી ધમાકેદાર પ્રોગ્રામ દ્વારા પુરા ઝોનમાં જબરદસ્ત ચમકી રહેલા જેસીઆઇ રાજકોટ પ્લેટીનમના પ્રમુખ જેસી અનીષા મચ્છર, સેક્રેટરી જેસી હીના માકડીયા, સ્થાપક પ્રમુખ બીપીન માકડીયા (પાસ્ટ ઝોન સેક્રેટરી)  લોર્ડ એઝાજ મેતર તથા જેજે વહાલ માકડીયા આ કર્મફળ ગ્રહણ કરવા હાજર રહ્યા હતા.

સફળ સુકાની પ્રમુખ જેસી અનીષા મચ્છર અને એની ટીમે રાજકોટમાં જેસીઝમનો વ્યાપ વધારવા માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયું છે.જેસીઆઇ રાજકોટ પ્લેટીનમ મા જોડાવા ૭૬૦૦૦ ૧૭૫૩૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.