Abtak Media Google News

આજી-૧  ડેમમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને જળ પ્રદૂષિત કરનારા લોકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં સંબંધિત અધિકારીઓને અપાયેલી સૂચના અનુસાર તા.૧૩-૫-૨૦૧૯ થી તા.૧૯-૫-૨૦૧૯ સુધીમાં ૧૯ વાહન ચાલકો પાસેથી ડેમમાં વાહન ધોવા બદલ રૂ. ૩,૮૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરાયેલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું..

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આવશ્યક તમામ પગલાંઓ લેવામાં આવી રહયા છે. જોકે આમ છતાં જળાશયોમાં કે વોંકળાઓમાં અને સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કોઈ કોઈ લોકો કચરો ફેંકતા હોવાની હકિકત ધ્યાનમાં આવતી રહે છે.

રાજકોટ મહાનગરપાલિકાના સુરક્ષા શાખાના જવાનો દ્વારા આજી ડેમ સ્ત્રાવ વિસ્તાર સહિતના આજુબાજુના એરીયામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહયું છે.  જળાશયમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને પાણી પ્રદૂષિત કરનારા લોકો પાસેથી રૂ. ૨૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલકરવામાં આવી રહયો છે. આ ઉપરાંત વોંકળા કે સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કચરો ફેંકી જળ પ્રવાહનો રસ્તો  અવરોધતા લોકો પાસેથી પણ રૂ. ૨૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.