Abtak Media Google News

ઈંગ્લેન્ડનો ‘વિજય રથ’ અવિરત: જો રૂટ ટીમ માટે વર્લ્ડકપમાં 3 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી

વિશ્ર્વકપમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અતિ રોમાંચક મેચ રમાયો હતો જેમાં ઈંગ્લેન્ડ ટીમમાં રમી રહેલા જો રૂટ અણનમ 100 રન ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો. 100 રનની મદદથી ઈંગ્લેન્ડે વિશ્ર્વકપ 2019ની સતત  ત્રીજી મેચ જીતી છે. ઈંગ્લેન્ડે વિન્ડીઝને 8 વિકેટે હરાવતાં પોતાનો વિજય રથ અવિરત ચાલતો રાખ્યો છે. જો રૂટ ઈંગ્લેન્ડ તરફથી વર્લ્ડકપમાં 3 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે જેમાં પીટસર્ને વિશ્ર્વકપમાં બે સદી ફટકારી હતી.

વેસ્ટ ઈન્ડિઝ ટીમ પ્રથમ બેટીંગ કરતા 44.4 ઓવરમાં 212 રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી જેમાં સર્વાધીક રન નિકોલસ પુરણે કર્યા હતા. જેમાં તેણે 78 બોલ રમી 63 રન નોંધાવ્યા હતા ત્યારબાદ હેટ માયરનાં 38 અને ક્રિસ ગેઈલ 36 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડે 34મી ઓવરમાં જ મેચ જીતી લીધો હતો ત્યારે પ્રથમ બેટીંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે અંતિમ એટલે કે છેલ્લી 7 વિકેટ માત્ર 68 રનમાં ગુમાવી હતી. ઈંગ્લેન્ડનાં ઝડપી બોલર જોફરા આર્ચલ અને માર્ક વુડે 3-3 વિકેટો ઝડપી હતી. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. વાત કરવામાં આવે ઈંગ્લેન્ડ ટીમની તો ટીમનાં ખેલાડી જો રૂટે સદી ફટકારી અણનમ રહ્યો હતો જયારે જોની બેલેસ્ટો 45, ક્રિસ વોક 40 અને બેન સ્ટોક 10 રન પર અણનમ રહી ટીમને વિજય અપાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ ટીમ તરફથી માત્ર ગેબ્રીયલે 2 વિકેટ ઝડપી હતી ત્યારે જેમ જેમ વિશ્ર્વકપ આગળ વધી રહ્યો છે તેમ-તેમ તમામ મેચ અતિ રોમાંચક બનતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વિશ્ર્વકપનો સેમીફાઈનલ અને ફાઈનલ મેચ અતિમહત્વપૂર્ણ અને રોમાંચક સાબિત થશે ત્યારે હાલ અટકળો સામે આવે છે કે, વિશ્ર્વકપ ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે જેમાં ભારત વિજય હાંસલ કરશે તો નવાઈ નહીં ત્યારે હાલ ફાઈનલ સુધી પહોંચવા માટે જે ટીમો સક્ષમ માનવામાં આવી રહી છે તેમાં પણ ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો પણ સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.