Abtak Media Google News

રાજુલા નજીક અને જાફરાબાદ તાલુકાનાં લુણસાપુર ગામે આવેલ સિન્ટેક્ષ યાર્ન કંપની દ્વારા 5 જુનનાં વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસે મેનેજમેન્ટ અને કર્મચારીઓ દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. પર્યાવરણ દિન નિમિતે લીમડો, ખજુરી, ગુલમહોર, સરગ, નાળીયેરી, ગરમાળો, કુનેર, ચંપો, બોટલેગૃષ વિગેરે પ્રકારનાં ફુલ-ઝાડ અને વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું અને કંપની દ્વારા હજુ પણ વધારે પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ બચાવવા અને પ્રદુષણ ઘટાડવા કટીબઘ્ધ છે. વૃક્ષોને કારણે ખુબ જ પ્રમાણમાં ગરમીમાં અને તાપમાનમાં ઘટાડો નોંધાય છે જેને ધ્યાને લઈને કંપની દ્વારા 5 જુન વિશ્ર્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.