Abtak Media Google News

સબસીડીનો લાભ લેનારાની સંખ્યામાં જોવા મળ્યો વધારો: ૧.૨૧ લાખથી વધી ૧.૭૩ લાખ લાભાર્થીઓ નોંધાયા

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્રેડીટ લીંક સબસીડી સ્કિમ હેઠળ જે સબસીડી આપવામાં આવી રહી છે તેમાં અધધધ અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી સબસીડી ૧૫૦૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. માત્ર અઢી મહિનામાં જે એક મહત્વપૂર્ણ વાત કહી શકાય. ગુજરાત સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે. સંશોધનનાં આધારે ક્રેડીટ લીંક સબસીડી સ્કિમમાં ૫૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. પહેલા ૧૪૯૦ કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી હતી જે વધી ૪૦૪૦ કરોડ સુધી પહોંચી છે એટલે કહી શકાય કે અંદાજીત ૨૫૫૦ કરોડ રૂપિયાની સબસીડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વધારો ૧૩મી ફેબ્રુઆરીથી ૩૦ એપ્રિલ ૨૦૧૯નાં આંકડા સુધીમાં જોવા મળી રહ્યા છે એટલે માત્ર અઢી માસમાં જ ૧૫૦૦ કરોડ જેટલા રૂપિયા સબસીડી સ્વરૂપે ગુજરાતમાં ઠાલવવામાં આવ્યા છે.

ક્રેડીટ લીંક સબસીડી સ્કિમ હેઠળ દિવસેને દિવસે લાભાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પહેલા ૧.૨૧ લાખ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેતા હતા જે વધી ૧.૭૩ લાખ સુધી પહોંચ્યા છે. ક્રેડીટ લીંક સબસીડી સ્કિમ જુન-૨૦૧૫માં લાગુ કરવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ઈડબલ્યુએસ, એલઆઈજી ગ્રુપ અને એમઆઈજીને મળવાપાત્ર હતો. આ તમામ વ્યકિતઓને ૬.૫ ટકા વાર્ષિક સબસીડી મળતી હતી જેની લોનની રકમ ૬ લાખ સુધીની હોય. ૯ લાખ તથા ૧૨ લાખની લોન ઉપર ઈન્ટ્રેસ્ટ સબસીડી ૪ ટકા અને ૩ ટકા એમ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. જે યોજનાનો લાભ મીડલ ઈનકમ ગ્રુપને મળવાપાત્ર હતો અને તેની લોન ભરપાઈની સમય મર્યાદા પણ ૨૦ વર્ષ નકકી કરવામાં આવી હતી ત્યારે આ લોકો વચ્ચે જે સબસીડી આપવામાં આવી હતી તેની રેન્જ ૨.૩૦ લાખથી ૨.૬૭ લાખ સુધીની રહી હતી.

સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડી આપવામાં આવતી હોય છે તે પ્રતિ કેસ નહીં પરંતુ બલ્કમાં અપાઈ છે જેથી લોન લેનારનાં આંકડામાં પણ અનેકગણો વધારો જોવા મળ્યો છે જેમાં વિશેષ રૂપથી જાન્યુઆરીથી લઈ માર્ચ માસ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ લેનાર ઈચ્છુક લોકોએ આ અંગેની અરજીઓ કરી હતી. ક્રેડીટ લીંક સબસીડી સ્કિમ હેઠળ લાભ લેનાર શહેરોની જો વાત કરવામાં આવે તો તેમાં અમદાવાદ મોખરે આવે છે ત્યારબાદ સુરત, રાજકોટ અને વડોદરાનો પણ સમાવેશ થાય છે તેમ સરકારી સુત્રો દ્વારા માહિતી મળી રહી છે. સરકાર દ્વારા નવી આવાસ યોજનાને લઈ અનેકવિધ ઘોષણાઓ કરવામાં આવી હતી સાથોસાથ તેના વેચાણમાં પડતી મુશ્કેલી અને હાલાકીને કઈ રીતે નિવારી શકાય તે તમામ પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવતા વેચાણમાં સમય પણ ઘટયો હતો અને મહતમ લાભાર્થીઓને સરકારની યોજનાનો લાભ પણ પુરતા પ્રમાણમાં મળ્યો હતો.

ડી સ્કિમમાં ૫૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. પહેલા ૧૪૯૦ કરોડ ‚પિયાની સબસીડી આપવામાં આવી હતી જે વધી ૪૦૪૦ કરોડ સુધી પહોંચી છે એટલે કહી શકાય કે અંદાજીત ૨૫૫૦ કરોડ ‚પિયાની સબસીડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વધારો ૧૩મી ફેબ્રુઆરીથી ૩૦ એપ્રિલ ૨૦૧૯નાં આંકડા સુધીમાં જોવા મળી રહ્યા છે એટલે માત્ર અઢી માસમાં જ ૧૫૦૦ કરોડ જેટલા ‚પિયા સબસીડી સ્વ‚પે ગુજરાતમાં ઠાલવવામાં આવ્યા છે.

ક્રેડીટ લીંક સબસીડી સ્કિમ હેઠળ દિવસેને દિવસે લાભાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પહેલા ૧.૨૧ લાખ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેતા હતા જે વધી ૧.૭૩ લાખ સુધી પહોંચ્યા છે. ક્રેડીટ લીંક સબસીડી સ્કિમ જુન-૨૦૧૫માં લાગુ કરવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ઈડબલ્યુએસ, એલઆઈજી ગ્રુપ અને એમઆઈજીને મળવાપાત્ર હતો. આ તમામ વ્યકિતઓને ૬.૫ ટકા વાર્ષિક સબસીડી મળતી હતી જેની લોનની રકમ ૬ લાખ સુધીની હોય. ૯ લાખ તથા ૧૨ લાખની લોન ઉપર ઈન્ટ્રેસ્ટ સબસીડી ૪ ટકા અને ૩ ટકા એમ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. જે યોજનાનો લાભ મીડલ ઈનકમ ગ્રુપને મળવાપાત્ર હતો અને તેની લોન ભરપાઈની સમય મર્યાદા પણ ૨૦ વર્ષ નકકી કરવામાં આવી હતી ત્યારે આ લોકો વચ્ચે જે સબસીડી આપવામાં આવી હતી તેની રેન્જ ૨.૩૦ લાખથી ૨.૬૭ લાખ સુધીની રહી હતી.

સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડી આપવામાં આવતી હોય છે તે પ્રતિ કેસ નહીં પરંતુ બલ્કમાં અપાઈ છે જેથી લોન લેનારનાં આંકડામાં પણ અનેકગણો વધારો જોવા મળ્યો છે જેમાં વિશેષ‚પથી જાન્યુઆરીથી લઈ માર્ચ માસ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ લેનાર ઈચ્છુક લોકોએ આ અંગેની અરજીઓ કરી હતી. ક્રેડીટ લીંક સબસીડી સ્કિમ હેઠળ લાભ લેનાર શહેરોની જો વાત કરવામાં આવે તો તેમાં અમદાવાદ મોખરે આવે છે ત્યારબાદ સુરત, રાજકોટ અને વડોદરાનો પણ સમાવેશ થાય છે તેમ સરકારી સુત્રો દ્વારા માહિતી મળી રહી છે. સરકાર દ્વારા નવી આવાસ યોજનાને લઈ અનેકવિધ ઘોષણાઓ કરવામાં આવી હતી સાથોસાથ તેના વેચાણમાં પડતી મુશ્કેલી અને હાલાકીને કઈ રીતે નિવારી શકાય તે તમામ પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવતા વેચાણમાં સમય પણ ઘટયો હતો અને મહતમ લાભાર્થીઓને સરકારની યોજનાનો લાભ પણ પુરતા પ્રમાણમાં મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.