Abtak Media Google News

આપણે કુવા અથવા બોરમાંથી આખુ વર્ષ  વૈજ્ઞાનિક રીતે પાણી ખેંચી છીએ. ધરતી માંથી પાણી ખેચવાની આપણને છુટ હોય તો ધરતીમાં વરસાદી પાણી ઉતારવાની આપણી જવાબદારી કે ફરજ છે.

આ જવાબદારીના ભાવ સાથે ૨૦૧૧ થી દર વર્ષે એક હજાર ખાડાનું નિર્માણ જે તે ખેડુતોને ત્યાં નેચર કલબ દ્વારા દરેક વાડી કે ખેતરમાં જયાંથજી વરસાદી પાણી  પસાર થતું હોય ત્યાં એક ખુણા શોષખાડાનું (૧૦+૧૦+પ ફુટ) નિર્માણ કરીએ છીએ. ખાડા કર્યા બાદ તે ખાડો નકામા પથ્થરોથી બુરી દેવાનો હોય છ. જેથી કોઇપણ જાતનો અકસ્માત ન થાય. આવા ખાડા કરવાનો કુલ ખર્ચ બે હજાર રૂ‚પિયા આવતો હોય છે. આપણે ધરતી માંથી પાણી ખેંચવા બે કે ચાર લાખનો ખર્ચ કરીએ છીએ. હવે વખત આવી ગયેલ છે કે આપણે આપણી વાડી, ખેતર, ફળીયા કે કોઇપણ જગ્યાએથી વરસાદી પાણી ધરતીમાં ઉતારવાની ઝુંબેશ કરવી પડશે. આ કામમાં લોકો મોટી સંખ્યામાં જોડાય તો ભુગર્ભ જળનું સ્થર ઉંચુ આવશે. કેમ કે જયારે જયારે વરસાદ થશે ત્યારે આવા શોષખાડાઓ દ્વારા પુષ્કળ પાણી ધરતીમાં ઉતરશે.

આ વર્ષે (૧૦+૧૦+૫ ફુટ) ના આવા બે હજાર ખાડા જે તે ખેડુતોને ત્યાં થાય તે માટે અમો મથીએ છીએ. આપ પણ શકય હોય તેટલા શોષખાડા કરી આ અતિ જરુરી કામને બળ આપશો. પડતર જમીનમાં પણ શોષખાડા કરી શકાય. શકય હોય તેટલી રીતે વરસાદી પાણી ભુગર્ભમાં ઉતારવાનું આ વર્ષથી જ આપણે ઉતારવાનું શરુ કરીએ.

સઘળા સજીવ પ્રાણીઓનું ૭૦ ટકા થી ૮૦ ટકા વજન પાણીના કારણે હોય છે. પાણી દરેક કોષોનો પાયાનો ઘટક છે અને આપણા અસ્તિત્વ માટે જરુરી છે. તે આપણા શરીરનું તાપમાન ૩૬.૮ સેલ્સીયસ રાખે છે. લોહીમાં ભળે છે. શરીરના કોષો માટે પ્રાણવાયુ અને પોષક દ્રવ્યો પહોચાડવામાં મદદ કરે છે. અને શરીર માના નકામા પદાર્થોને દુર કરે છે. છે. જળ આપણે સ્વચ્છ અને તંદુરસ્ત રાખે છે. પાણીનો ઉપયોગ આપણે ખોરાક રાંધવા, પીવા, વાસણ માંજવા, ઘર સાફ કરવા, ફુલછોડ, ખેતીવાડી, સ્નાન, વાહન સાફ કરવા, જાજરુ ફલેશ કરવા માટે કરીએ છીએ. તેનો ઉપયોગ તરવા, હોડીમાં સહેલ કરવા, માછલી પકડવા અને એવી બીજી ઘણી મનોરંજનની પ્રવૃતિઓ માટે કરીએ છીએ. પૃથ્વી પર જીવસૃષ્ટિ પાણીને આભારી છે.

સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના ૧૯૯૮ ના અહેવાલ મુજબ ૧૯૫૦ માં દુનિયામાં માથાદીઠ ૧૭૦૦૦ ધન મીટર પાણી પ્રાપ્ત કર્યુ તે ઘટીને હાલ ફકત ૭૦૦૦ ઘન મીટર થઇ ગયું છે.

ગુજરાતની પાણીની કુલ જરુરીયાત માંથી ૭૭ ટકા જરુરીયાત ભૂગર્ભ જળથી સંતોષાય છે. ગુજરાતના ૧૮૫૬૯ ગામોમાંથી ૫૦ ટકા થી વધુ ગામોમાં પીવાના પાણીના પ્રશ્ર્નો છે રાજયનો ૩પ ટકા વિસ્તાર અછતગ્રસ્ત વિસ્તર વિકાસ પરિયોજના હેઠળ આવરી લેવામાં આવે છે. પાણીનો પ્રશ્ર્ન ખેચતાણ વાળો બનતો જાય છે એટલે કે જળનો આ કુદરતી સ્ત્રોત પર્યાવરણીય સ્ત્રોત હોવા છતાં તે ફકત હવે પર્યાવરણનો મુદ્દો નથી તે આજે અર્થકારણ, સમાજ કારણ અને રાજકારણને સ્પર્શતો મુદ્દો છે. પૃથ્વીપર કુલ પાણી ના જથ્થામાંથી ૯૭ ટકા ખારુ પાણી છે (સમુદ્ર) ૧ ટકા નદીઓ, ભૂગર્ભજળ તળાવ અને ડેમો ર ટકા બરફર ના રુપમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.