Abtak Media Google News

સમગ્ર પંથકમાં તંત્રની રહેમરાહે બેરોકટોક ધીકતો ખનીજ ચોરીનો ધંધો: અધિકારીને રેલો આવતા માત્ર એક વાહન પકડયુ, ખનન માફિયા સામે કોઈ કાર્યવાહી નહીં

ધ્રાગધ્રા પંથકમા ચો તરફ ચાલતા ગેરકાયદેસર ખનનની જાણ તંત્રના તમામ અધિકારીઓને છે છતા પણ કોઇને કોઇ રીતે ગેરકાયદેસર સામે તંત્ર દ્વારા “આંખ આડા કાન”ને લઇને શંકા ઉપજાવે છે ત્યારે ધ્રાગધ્રા તાલુકાના હિરુપુર, ઘનશ્યામગઢ, કોંઢ, જેગડવા સહિતના ગામોમા છેલ્લા કેટલાક સમયથી સફેદ માટી(ચાઇના ક્લે)નુ ધમધોકાર ખનન થઇ રહ્યુ છે છતા પણ સ્થાનિક પોલીસ તંત્ર હોય કે ખાણ-ખનિજ વિભાગના લાગતા-વળગતા અધિકારીઓ કોઇ જ ધ્યાન આપતુ નથી. તેવામા દરરોજ ધ્રાગધ્રા પંથકમાથી જ લાખ્ખો રુપિયાની હજારો ટન સફેદ માટી વાહનોમા ભરીને લઇ જવાય છે આ ગેરકાયદેસર ખનન ક્યા સ્થળો પર શરુ છે તેની જાણ કરાયા છતા પણ તંત્ર ચુપ્પી સાધીને બેઠા છે. તેવામા અધિકારીઓ પર વધુ દબાણ આવતા એકલ-દોકલ વાહનો પકડી પાડી કાયઁવાહી દશાઁવી પોતાના પર આવેલા દબાણને અધિકારીઓ દુર કરી દે છે. જેમા હાલમા જ ગાજણવાવ ગામે ચાલતા ગેરકાયદેસર રેતી વોશના પ્લાન્ટ પર જીલ્લા ખાણ-ખનીજ તથા એલ.સી.બી ટીમે દરોડો પાડતા સ્થાનિક ધ્રાગધ્રા મામલતદારના પગ નીચે રેલો આવ્યો હતો. જેથી ધ્રાગધ્રા મામલતદાર દ્વારા ગેરકાયદેસર ખનન થઇને પાસ પરમિટ વિના વાહનમા ભરેલી સફેદ માટીનુ ડમ્ફર હાઇવે પરથી ઝડપી પાડી “મીર માયોઁ” હતો. મામલતદાર સેરશીયા દ્વારા હાઇવે પરથી ગેરકાયદેસર ચાઇના ક્લે ભરેલુ ડમ્ફર ઝડપી લઇ પોતાની કામગીરી દશાઁવી દીધી હતી પરંતુ ધ્રાગધ્રા પંથકમાથી ચાઇના ક્લેનુ ખનન થતુ હોય ત્યા દરોડો કરવાની તસ્દી લીધી ન હતી. જેથી સ્પષ્ટ રીતે ગેરકાયદેસર ખનન માફિયાઓ સાથે અધિકારીઓની મિલી ભગત છતી થઇ હતી. ત્યારે હાલ તો મામલતદાર દ્વારા સફેદમાટી (ચાઇના ક્લે) ભરેલુ ડમ્ફર ધ્રાગધ્રા તાલુકા પોલીસને સોંપી વાહન માલિક પર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મામલતદાર દ્વારા ઘનશ્યામગઢ ગામે ગેરકાયદેસર સફેદમાટીનુ ખનન કરતા કિશન પટેલને છાવરવાનો પ્રયાસ કરાયો છે. આંતરીક અને અતિ વિશ્વશનિય સુત્રો પાસેથી મળતી માહિતી અનુશાર મામલતદાર દ્વારા સૌ પ્રથમ સફેદ માટી ભરેલુ ડમ્ફર પકડી પાડતા જ મામલતદારના મોબાઇલ પર ખનન માફિયાના ફોન શરુ થયા હતા અંતે કલાકો બાદ મામલતદારે ખનન માફીયા પર દયા દ્રષ્ટી રાખી સામાન્ય દંડ આપી ડમ્ફરને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપાયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.