Abtak Media Google News

જેતપુર ફાયર બ્રિગેડ ટીમને સ્ટેન્ડ ટુ કરાઇ: ડ્રાઇવરની સમય સુચકતાથી મોટી દુર્ધટના ટળી

જેતપુર-વિરપુર રોડ પર ગત મોડીરાતે સીએનજી ગેસ ભરેલા ટેન્કરમાં ગેસની પાઇપ લાઇન લિકેઝ થતા નાસભાગ મચી ગઇ હતી. ડ્રાઇવરની સમય સુચકતાના કારણે મોટી દુર્ધટના ટળી હતી. ગેસ લિકેઝની પોલીસને જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખી ટેકનિકલ સ્ટાફ દ્વારા લિકેટ પાઇપ લાઇનની મરામત કરાવી હતી.

વિરપુર પાસે કિંગ વોટર પાર્કમાં જી.જે.૦૨ એકસએકસ. ૭૦૮૨ નંબરનુ સીએનજી બાટલા સાથેનું આઇસર પસાર થતું હતુ ત્યારે બાટલામાંથી ગેસ લિકેઝ થતા હાઇ-વે પર ધુમાડાના ગોટે ગોટા નીકળવાનનું શરૂ થતા આઇસર ચાલકે સાઇડમાં પાર્ક કરી પોલીસને જાણ કરતા વિરપુર પોલીસ સ્ટાફ અને જેતપુર ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મામલદાર સહિતના સ્ટાફ દ્વારા રાજકોટના ટેકનિકલ સ્ટાફને બોલાવી લિકેઝ પાઇપ લાઇનની મરામત કરાવી હતી. આઇસર સીએનજી ગેસ ભરેલા બાટલા સાથે શાપરથી જેતલસર તરફ જઇ રહ્યું હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.