Abtak Media Google News

મોજમજા કરવા આવેલા રંગીન મિજાજી ગ્રાહક અને કુટરખાનાની સંચાલીકાની પોલીસે ધરપકડ કરી

કાલાવડ રોડ પર રાણી ટાવર પાછળ આવેલા વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો પાડી મોજ મજા કરવા આવેલો ગ્રાહક અને કુટણખાનાની સંચાલીકાની પોલીસે ધરપકડ કરી રૂા ૯૦૦૦ નો મુદામાલ કબ્જે કરી બન્ને સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલી રાણી ટાવર પાછળના વામ્બે આવાસના કવાર્ટરમાં ઘણા સમયમથી કુટરખાનું ચાલુ હોવાની ચોકકસ બાતમીના આધારે તાલુકા પોલીસના પીઆઇ વી.એમ વણજારાની સુચનાથી પીએસઆઇ ડી.એમ. ડામોર, એ.એસ.આઇ. હર્ષદસિંહ, કોન્સ્ટે. હીરેન ભાઇ, નગીનભાઇ, અરજણભાઇ સહીતના સ્ટાફે વામ્બે આવાસ યોજના કવાર્ટર નં.૧ બ્લોક નં. ૩૬માં દરોડા પાડતા કવાર્ટરમાં રહેતી લીલા ઉર્ફે ઇલા શૈલેષ બગડા (ઉ.વ.૩૭) નામની મહીલા પોતાના કવાર્ટરમાં બહારથી યુવતિઓને બોલાવી ગ્રાહકોને બોલાવી યુવતિ સાથે શરીર સંબધ બંધાવી ગ્રાહક પાસેથી રૂા ૨૦૦૦ લઇ યુવતિને મામુલી રકમ આપી પોતાનું જીવન ગુજરાન ચલાવી વૈશ્યાવૃતિ કરતી હોય પોલીસે દરોડા દરમ્યાન કુટણખાનાની સંચાલીકા લીલા ઉર્ફે ઇલા બગડા અને મોજ મજા કરવા આવેલો માયાણીનગર સરકારી કવાર્ટરમાં રહેતા સુનીલ બચુભાઇ જારીયા નામના ગ્રાહક સહીત બેની ધરપકડ કરી રોકડા રૂા ૨૦૦૦ તથા બે મોબાઇલ ફોન સહીત કુલ રૂા ૯૦૦૦ નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.