Abtak Media Google News

નેશનલ હાઇવે ઉપર બિનઅધિકૃત હોટલોનાં કારણે અકસ્માતોની વારંવાર હાર માળા

રાજકોટ જેતપુર હાઇવે ઉપર હોટલોનાં દબાણ નાં લીધે ગમખ્વાર અકસ્માત સર્જાય છે જેમને કારણે લોકોની મહામૂલી જિંદગી ગુમાવાનો વારો આવે છે મોટાભાગની ચોકડી એ ગેરકાયદેસર હોટલનો ખડકલો કરીને કમાવાની લાઈમાં ડિવાઈડર તોડી પાડતા હોય છે તેથી અનેક જિંદગી ઓ અકસ્માતમાં હોમાઈ ગઈ હોવા નાં બનાવો બન્યા છે હાઇવે ઓથોરિટીનાં અધિકારી ઓ દ્વારા ફરી પાછી લાલ આંખ કરી હાઇવે ઉપર નાં દબાણો દૂર કરવામાં આવે તે જરૂરી બન્યા છે.

નેશનલ હાઈવે ઓથોરિટીનાં અધિકારી ઓ  દ્વારા હાઈવે ઉપર બનાવેલા ડિવાઈડર હોટલનાં માલિકો દ્વ્રારા પોતાની મનમાની કરીને તોડી પાડતા હોય છે હાઇવેના મુસાફરોને આકર્ષવા માટે નિતનવા નુસખા અપનાવતા હોય છે અને તગડી કમાણી કરવાની લાઈમા ડિવાઇડરો તોડી પાડતા હોય છે જેમને કારણે હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા વાર લાગતી નથી તયારે આવા દબાણો અધિકારીઓ દ્વારા દૂર કરવાની તસ્દી લેતા ન હોવાને કારણે અનેક જીન્દગીઓ હોમાઈ ગઈ છે.

આ ઉપરાંત રાજકોટથી જેતપુર સુધીમાં બે ટોલટેક્ષ કાર્યરત છે જેમનું કરોડો રૂપિયા નું વાહન ચાલોકો પાસે ઉઘરાણું કરવામાં આવે છે પરંતુ સારા ટોઈલેટ ની પણ સુવિધાઓ આપતું નથી જે છે તે ટોઇલેટની હાલત પણ બદત્તર છે જેમાં પાણીની સગવડતા પણ હોતી નથી જેથી ટોઈલેટમાં બદબુ આવતી હોય છે ઉપરાંત સોચક્રીયા માટે બાથરૂમમાં પણ પાણીની સગવડતા ન હોવાથી મુસાફરોને હાલાકી ભોગવી પડે છે. ત્યારે વાહનો ની સાથે મહિલાઓ મુસાફરી કરતી હોવાથી દુર્ગંધ મારતા બાથરૂમમાં જવાનુ ટાળે છે જેમને લઈને ફરજિયાત હાઇવે હોટલ ઉપર જવું પડતું હોય છે ત્યારે સાફસુતરા બાથરૂમમાં તાળા મારી દેવતા હોય છે.તેથી મહિલાઓ શરમ જનક સ્થિતિમાં મુકાઈ જતી હોય છે. આવી અનેક પ્રકારની ફરિયાદો વાહન ચાલોકોમાં ઉઠવા પામી હતી જે અંગેની હકીકત જાણવા નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારી અજય ઠાકોરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેવો એ પણ ઉપરોકત સુવિધાઓ અને ડિવાઈડરો અંગે પોતાનો રોષ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતુ કે આ અંગેની પોલીસ ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા નથી જેમને કારણે અકસ્માતો સર્જાય છે. તેવા આક્ષેપો કર્યા હતા ત્યારે નેશનલ હાઈવે ઉપરનાં દબાણો દૂર કરવા માટે તંત્રને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.