Abtak Media Google News

વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયને સાર્થક કરવા માટે ખેડૂત શિબિરનું આયોજન કરાયું

વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થાય અને આવક બમણી થાય તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયને સાર્થક કરવા ભારતસરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. આ હેતુને અનુલક્ષીને જુનાગઢ જિલ્લા સહકારી બેંક-જુનાગઢ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વેરાવળ અને ઘી ગુજરાત રાજ્ય સહકારી બેંક-અમદાવાદ દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વેરાવળ ખાતે મહા ખેડૂત શિબિરનું તા.૨૮ને રવિવારના રોજ આયોજન કરવામાં આવેલછે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય શીપીંગ (સ્વ.પ્ર.), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે. ખેડૂતોને ખેતી ઉત્પાદનમાં વધારો થાય, ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતો આધુનિક ખેતી તરફ આગળ વધે તે સંદર્ભે કૃષિ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિરમાં મંત્રી મનસુખ માંડવિયાએ પણ ખેડૂતોને આધુનિક ખેતી તરફ આગળ વધવા અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપશે. આ ખેડૂત શિબિરમાં રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.