Abtak Media Google News

વહીવટીતંત્રમાં જબરી કરકસર અને બધાજ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવાનો સરકાર સામે કસોટીકારક પડકાર

આપણા દેશને આઝાદી સાંપડયા પછી જુદી જુદી સરકારોએ તેમના પ્રધાન મંડળમાં કુટુંબ નિયોજન, પરિવાર કલ્યાણ જેવાં ખાસ અલગ અને સ્વતંત્ર ખાતાં રાખ્યા હતા. એ વખતની પંચવર્ષિય યોજનાઓમાં વસતિ વધારાને બેકાબૂ વધવા દેવાને બદલે વસતિવસ્ફોટ, એટલે કે ‘પોપ્યુલેશન ગ્રોથ’ ઉપર નિયંત્રણની નીતિ અપનાવી હતી. એ વખતે એવું માનવામાં આવ્યુ હતુ કે, દેશનાં સર્વાંગી વિકાસને વસતિ વધારો હજમ કરી જાય છે. અને વિકાસનું જે સુખ મળવું જોઈએ મળતું નથી. આપણા દેશની સતત વધતી રહેલી ગરીબાઈ માટે પણ વસતિ વધારાને એક કારણ તરીકે દર્શાવાયું.

એક તબકકે તો ‘બે બાળકો બસ’ અને ‘અમે બે અમારા બે’નાં સૂત્રો સાથે કુટુંબ નિયોજનનો પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્રીજુ સંતાન ન થવા દેનાર દંપતીઓ માટે ખાસ પ્રોત્સાહનો અપાતા હતા. એ નોકરી આપવા સુધી આ નીતિને પ્રસારવામા આવી હતી.

આવા વાતાવરણ વચ્ચે સંજય ગાંધીએ તેના બાર મુદ્દાના કાર્યક્રમમાં વસતિ નિયંત્રણ અને પરિવાર કલ્યાણના કાર્યક્રમમાં બે બાળકો પછીની પ્રસૂતિ ન થવા દેવાની જોગવાઈ કરી હતી. મૂસ્લીમ કોમે વસતિવધારા સામેની કાયદાકીય જોગવાઈનો વિરોધ કર્યો હતો અને ભારતભરનાં મુસ્લીમ સમાજે તેમના ધાર્મિક આદેશ મુજબ ૧૯૭૬-૭૭ની ચૂંટણી વખતે તે વખતની શ્રીમતી ઈંદિરા ગાંધીની કોંગ્રેસનો વિરોધ કરીને તેને કોઈ મુસ્લીમ મતદાર મત ન આપે એવો જેહાદી આદેશ આપ્યો હતો. આને લીધે શ્રીમતી ઈંદિરા ગાંધી અને કોંગ્રેસ પક્ષનો કારમો પરાજય થયો હતો, જે ભારતીય ચૂંટણીના ઉપલક્ષ્યમાં ઐતિહાસીક અને સનસનીખેજ મનાયો હતો. શ્રીમતી ગાંદી તેમના મુસ્લીમ બહુમતિ વાળા મત વિસ્તારમાં પહેલી જ વાર એક સામાન્ય ઉમેદવારની સામે હારી ગયા હતા.

તે વખતે કુટુંબ નિયોજનના ખાતાને ‘પરિવાર-કલ્યાણ’ નામ અપાયું હતુ.

હિન્દુત્વવાદી રાજકીય પક્ષોએ દેશમાં હિન્દઓની સરખામણીમાં મુસ્લીમોની સંખ્યા ઝડપભેર વધતી હોવાનું કહીને આપણો દેશ એક વખતે બહુમતિ વસતિ ધરાવતા દેશને બદલે મુસ્લીમ બહુમતિ ધરાવતો દેશ થઈ જશે એવી બૂમરાણ પણ સર્જી હતી.

તે પરિસ્થિતિમાં જામામસ્જીદના વડા શ્રી બુખારી મહત્વના નેતા બની બેઠા હતા, જે આપણા દેશની કમનશીબી હતી.

આટલા વર્ષો પછીયે વસતિ વધારાનો મુદો જેમનો તેમ રહ્યો હોવાનું જણાય છે.

સુરતમાં ભાડેનું ઘર શોધવામાં અમને તકલીફ પડી તે જોઈ વર્ષો પુર્વે રેડીયો સીલોન પરથી તબસ્સુમે એક જોક સંભળાવ્યો હતો તે યાદ આવ્યો મુંબઈમાં ભાડે ઘર શોધવા નીક્ળેલો એક માણસ થાકીને લોથપોથ થઈ ગયો. ભૂખ લાગી હોવાથી એણે લારી પર જઈ એક તડબૂચ કપાવ્યું તડબૂચમાંથી એક જીન નીકળ્યો અને પ્રસન્ન થઈને બોલ્યો બોલ મેરે આકા કયા હુકમ હૈ? પેલાએ તુરત કહ્યું, ભાઈ, એક ભાડેનું ઘર શોધી આમ… થાકી ગયો છું ! જીને ગુસ્સે થઈ ઉઠતા કહ્યું, ડફોળ, મુંબઈમાં ઘર ભાડે મળતુ હોત તો હું અહી તડબૂચમાં શું કામ રહેતો હોત ?

ભાડેનું ઘર મેળવવા સંબંધે પહેલા મુંબઈમાં જે સ્થિતિ હતી તેવી હવે પ્રત્યેક શહેરોમાં થવા લાગી છે. દેશમાં જે વસ્તી વિસ્ફોટ થયો છે તે અણુ વિસ્ફોટ કરતા ય ખતરનાક છે. પરંતુ અફસોસ ! રાજકારણીઓની ઉંધ ઉડતી નથી તેમની આવી ગુનાઈત લાપરવાહીને કારણે કુટુંબનીયોજનનો કાર્યક્રમ ઢીલો થઈ ગયો છે. ટીવી પરથી કુટુંબ નિયોજનનો પ્રચાર બંધ થઈ ગયો. છે (છેવટની સ્થિતિ એ છે કે પ્રધાનો રીબીન કાપવમાં અને પ્રજા પ્રજોત્પુત્તિમાં મશગુલ છે) આપણા દેશની મોટી કમનસીબી એ છેકે આઝાદી પછી લગભગ બધા જ રાજકીય પક્ષોએ માનવીય સુખશાંતિના પરિપ્રેક્ષ્યમાં કશા જ દૂરંદેશી ભર્યા પગલા ભર્યા નથી. બધા જ પક્ષોએ નર્યા મતલક્ષી દેખાડા કર્યા છે. નહીંતર નેતાઓને સમજાયું હોત કે આદેશની પ્રજાને રૂપીયે કિલો ચોખા આપવાને બદલે રૂપીયે કિલો ચોખા આપવાને બદલે રૂપીયે કિલો નિરોધ પૂરા પાડવાનું વધુ જરૂરી છે. મોદીજીએ કારભાર સંભાળ્યો ત્યારે આશા હતી કે કુટુંબ નિયોજનને મહત્વ આપવામાં આવશે. પણ કુટૂંબ નિયોજનની યોજનાને તેમણષ જે રીતે નજર અંદાજ કરી છે. તે જોતા કહી શકાય કે રોમ ભડકે બળતું હતુ ત્યારે નીરો ફીડલ વગાડતો હતો. તાજેતરમાં પ્રાપ્ત થયેલા તાજા આંકડાઓ મુજબ ભારતની વસતિ હાલ ૧૩૫ કરોડની છે જે ૨૦૧૧ માં ૧૩૨ કરોડ હતી અર્થાંત માત્ર બે જ વર્ષમાં વસતિમાં ત્રણ કરોડ જેટલો વધારો થયો છે.(ચીનના વસતિ વધારાના પ્રમાણમાં ૨૮ લાખ જેટલો વધારો છે.) ભારતમા રોજ ૩૬ લાખ બાળકો જન્મે છે.

In-Our-Country-Every-Day-There-Are-3-Million-Children-Born,-Population-Explosion-Uncontrollable:-Now-1-2-Billion:-3-In-Just-Two-Years,-Population-Growth-Of-300-Million:-Clear-Signs-Of-Increasing-Burden
in-our-country-every-day-there-are-3-million-children-born,-population-explosion-uncontrollable:-now-1-2-billion:-3-in-just-two-years,-population-growth-of-300-million:-clear-signs-of-increasing-burden

દોસ્તો, માત્ર ઈન્દીરા ગાંધી વસ્તીએ વિસ્ફોટના દુશપરિણામો કલ્પી શકયા હતા તેમણે કુટુંબ નિયોજનની ઝુંબેશને વેગવંતી બનાવી હતી પરંતુ હંમેશા બનતુ આવ્યું છે તેમ નેતાએનાં ખુશામતખોરો કોઈ સારી બાબતનો ખાત્મો બોલાવી દે છે. એમ કહો કે ગુલાબના ફૂલનું અથાણુ કરી નાખે છે અને અમૃતને આંથીને તેમાંથી લઠ્ઠો બનાવી દે છે. ઈન્દીરાજીને ખૂશ કરવા તેમના હજુરીયાઓએ એ ઝુંબેશનો એવો અતિરેક કર્યો કે અમુક નિર્ધારીત લક્ષ્યાંક સિધ્ધ કરવા ગ્રામ્ય વિસ્તારોમાં આ મુદે જોહુકમી અપનાવામા આવી હતી.

બીજુ માનો યા ના માનો, પણ એક વાત સર્વવિદિત છે દરેક ઘરોમાં વૃધ્ધો આજે વધતે ઓછે અંશે પીડાય છે. હમણા એક ચિંતકે યુવાનો માટે કહ્યું તમારા ઘરડા માબાપને પગે નહી લાગો તો ચાલશે. પણ તેમની સાથે એવો ત્રાસદાયક વર્તાવ કરશો નહી કે તેમણે તમને પગે લાગવું પડે ! મંદિરમાં રોજ ભગવાન આગળ અગરબતી સળગાવવા કરતા ઘરડા માબાપના રૂપમાં કાચબાછાપ અગરબતી સળગાવવાથી વધુ પૂણ્ય મળે છે. રોજ ભગવાનનો ફોટો લૂછવા કરતા ઘરડા માબાપના ચશ્માપ લૂછી આપશો તો ઈશ્વર વધુ રાજી રહેશે. માવતરનાં મર્યા બાદ જ્ઞાતિને ભોજન ન જમાડો તો ચાલશે પણ જિંદગીભર મા બાપને સ્નેહથી સારૂ ભોજન જમાડશો તો તેઓ તુપ્ત થશે. આટલું કર્યા પછી તમારે કશી મથુરા જઈને શ્રાધ્ધ કરવાની જરૂર રહેશે. નહી આજે ૯૦ ટકા યુવાનો સમાજની બીક માબાપના મૃત્યુ બાદ આવા કર્મકાંડો કરાવે છે.તેમણે એ યાદ રાખવાનું છે કે જ્ઞાતિને જમાડશો તો તે ખોટી જગ્યાએ પહોચશે મા બાપને જમાડશો તો તેમના આર્શીર્વાદની એન્ટ્રી સીધી તમારા ખાતામાં થશે. માબાપના મર્યા બાદ તેમના ફોટાને ફૂલનો હાર ચઢાવવાને બદલે કયારેક જીવતા માબાપને તેમની વર્ષગાંઠ નિમિતે એકાદ ગુલાબનું ફૂલ આપશો તો એ ફૂલને પણ જીવ્યુું સાર્થક લાગશે.

સત્યે એ છે કે મા-બાપને જીવતા જીવત જે સુખ આપો તેના જેવું ઉત્તમ શ્રાધ્ધ બીજુ એકે નથી. તેમના મર્યા બાદ ગાય કાગડાને ખડાવશો તે કદી ઉપર પહોચવાનું નથી આવી સરસ વાત કહેલી તેમણે કંઈક એ મતલબનુ કહેલુ કે દીકરો સુરત ગયો. હોય અને તેની મા ઘરનાં ધાબા પર કાગડાને શાક રોટલી ખવડાવે તો તે સુરત (દીકરાના પેટમાં) પહોચે ખરૂ? ભોજન જો સુરત સુધી પહોચી ન શકતું હોય તો સ્વર્ગ સુધી શી રીતે પહોચી શકે.

એથી જ વિદ્વાનો કે છે : દેવ આગળ દીવા કરવા કરતા કોક દુખિયાનાજીવનમાં સુખના છાંયડા કરવા જેવું પૂણ્ય બીજુ એકે નથી. ભગવાનની મૂર્તિને લુછવા કરતા કોક હતભાગીના આંસુ લુછવામાં ધારે પૂણ્ય જ મળે છે. એકે શ્રધ્ધાળુ રોજ મંદિરની ફરતે ફેરા કરે છે. બીજો માણસ ગરીબો માટે ધર્માદા હોસ્પિટલ બાંધવા માટે ફાળો ઉઘરાવવા માટે ગામે ગામના ચકકર લગાવે છે. મંદિર ફરતેના ફેરા કરતા હોસ્પિટલ માટેના ચકકર વધુ પવિત્ર ગણાય. બીજી પણ વાત યુવાનોએ યાદ રાખવી જોઈએ. સમાજમા કોઈ માણસ કદી ઉચ કે નીચ હોતો નથી. તેના સારા નરસા કર્મો તેને તે કક્ષામા મૂકે છે. રામ અને રાવણની એક જ રાશી હતી કદાચ બ્લડ ગ્રુપ પણ એક હોઈ શકે પણ બંનેના ચારિત્ર્યના ગ્રુપ જુદા જુદા હતા બંનેના કર્મો અલગ હતા એથી તેઓ રામ અને રાવણ કહેવાયા. એથી મંદિર મસ્જિદનાવ્યર્થ ઝઘડા છોડીને ઈશ્વર અને અલ્લાહ બંને રાજી થાય તેવા સારા કામો કરીને અને હેવાનિયતનુ કામ પાકિસ્તાન પર છોડીએ.

એક વૃધ્ધની વાત સાંભળો તેની પત્ની મૃત્યુ પામે છે. તેઓ કહે છે દીકરા વહુઓ અને પૌત્રોથી મારૂ ઘર ભરેલું છે. પણ ઘરમાં હું એકલો પડી ગયો છું કયારેક પત્નીની યાદ આવતા આંખમાં આંસુ આવી જાય છે. ઘરડા ઘરડા ઘર કે વૃધ્ધાશ્રમોમાં કેટલીયેવાર કરૂણા અને સંવદેનાઓનાં દ્રશ્યો ઉભરાતા હોય .

એક ઉદાહરણ:

જેમના વૃધ્ધ સભ્યને વૃધ્ધાશ્રમમાં મૂકી આવેલા એક કુટુંબમાં દીકરાના લગ્ન પ્રસંગે કંકોતરી વહેચવાની રળિયામણી ઘડી આવી ત્યારે આ વૃધ્ધના દીકરા માટે એવો સવાલ ઉઠ્યો કે તેમના વૃધ્ધ પિતાને પૌત્રના લગ્ન પ્રસંગની કંકોતરી આપવી કે નહિ અને જો આપવી તો રૂબરૂ આપવા જેવું કે નહી?

છેવટે પડોશી મિત્રની સલાહ મુજબ તેમને સાથે લઈ જઈને વૃધ્ધાશ્રમમાં પિતાને કંકોતરી આપીને શુભ પ્રસંગની જાણ કરાઈ ત્યારે વૃધ્ધ પિતાતો હર્ષોન્મત થઈ ગયા આશીર્વાદના શબ્દો બોલવા લાગ્યા. તેમની સાથે જવા તૈયાર પણ થયા. તેમણે પડોશી મિત્રને એક બાજુલઈ જઈને પૂછયું કે, બે દિવસ માટે આવવાનું છે કે કાયમી આવવાનું છે, હું એ રીતે કપડાં લતાની તૈયારી ક‚ !

આવો સવાલ પૂછતી વખતે એમની આંખોમાં અને પડોશી મિત્રની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા….

આ બધુ જોતાં એવો પ્રશ્ન ઉઠ્યો જ કે, આપણા સમાજ માટે વૃધ્ધજનો, વૃધ્ધાશ્રમો, સંબંત્રધત મહાજનો અને તેને લગતી સંસ્થાઓએ આ બાબતને ગંભીર ભણવી જ ઘટે છે અને તેને લગતુ ઉંડુ પૃથ્થકરણ કરીને વિદેશોમાં નિવૃત, સીનિયર સીટીઝનો તેમજ વૃધ્ધજનો માટે જે વિશેષ ગોઠવણો કરવામાં આવે છે. અને સરકાર એમાં જે ભૂમિકા ભજવે છે તેનો અભ્યાસ કરીને તેનું છેવટે માનવતાનાં ધોરણે પણ અનૂશીલન કરવામાં આવે તો તે આપણી સૌની શોભા વધારના‚ લેખાશે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.