Abtak Media Google News

એક બિલ્વમ્ શિવાર્પણમ્….

ભગવાન શંકરને રિઝવવા ભાવિકોેની ભીડ જામી, દૂધાભિષેક, જળાભિષેક, બીલ્વ પત્ર અને વિવિધ રીતે ભગવાન ભોલેનાથનું પૂજન અર્ચન

શિવ શબ્દમાં જ સફળ સંસારની સુખાકારી સમાયેલી છે. શિવ એટલે કલ્યાણ સદા, સર્વદા, સર્વનું કલ્યાણ કરે એનું નામ શિવ આપણા ગુજરાતી બાર માસમાં દરેક માસનું એક અનેરૂ મહત્વ છે. કોઈ મહિનામાં કૃષ્ણની આરાધના તો કોઈ મહિનામાં માતાજીની આરાધના કોઈ મહિનામાં પિતૃ આરાધના તો કોઈ મહિનામાં શિવજીની આરાધના ભવસાગરમાંથી મુકત કરનાર અને કળિયુગના જીવોના ઉધ્ધાર માટે શિવજીની આરાધના થકી પ્રભુની કૃપા મેળવવામાં શ્રાવણ માસ અતિ ઉત્તમ સમય છે. શિવજીની ઉપાસના તમામ વર્ગના લોકો માટે પરમ કલ્યાણકારી સર્વ સિધ્ધિ દાયક અને સર્વશ્રોપકર છે. આ કલ્યાણકારી દેવની ઉપાસના અને તેની ભકિત કરવા માટે શ્રાવણ માસ અતિ ઉત્તમ સમય છે.

આજથી શરૂ થતા શ્રાવણમાસમાં શિવાલય હર હર મહાદેવ… શિવશંકર ભોળેનાથ…ના નાદથી ગુંજી ઉઠશે. સમગ્ર માસ દરમિયાન શિવભકતો વિવિધ રીતે પૂજન અર્ચન કરી ભોળેનાથને રિઝવશે? શ્રાવણ માસમાં જેમ દૂધાભિષેક કે જળાભિષેકનું મહત્વ છે. તેટલું જ મહત્વ બિલ્વ પત્રનું પણ છે.

Beginning-Of-The-Shravan-Mass:-Shivals-Resonate-With-The-Sound-Of-Bholanath
beginning-of-the-shravan-mass:-shivals-resonate-with-the-sound-of-bholanath

ભગવાન ભોલેનાથનો બિલ્વ પત્ર અર્પણ કરવાનું મહત્વ શિવપુરાણમાં પણ જણાવાયું છે. ત્રિદલમ્, ત્રિગુણાકારમ, ત્રિનેત્રમ, ચત્રિયાધુધમ, ત્રિજન્મ, પાપ સંહારમ… એક બિલ્વ શિવારપણમ્….

આમ તો ભોલેનાથ શંકર ભગવાન કે મહેશના નામે ઓળખાય છે. પરંતુ ભગવાન ભોલેનાથના વિવિધ નામો છે. જેમાં રૂદ્ર નામની વાર્તા એવી છે કે કૈલસપતિ શિવજીનું રૂદ્ર નામ કઈ રીતે પડયું તે શિવપુરાણમાંથી જાણવા મળે છે. સૃષ્ટિના સર્જન હાર બ્રહ્માના ક્રોધથી તામસ પ્રગટ થયો અને શંકર ભગવાને તે પોતાની પાસે રડતા રડતા માગ્યો તેથી રૂદ્ર એવું નામ પડયું તેમને હૃદય, ઈન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, સૂર્ય ચંદ્રને તપએ સ્થાનક વસવા આપ્યાં. અગિયાર રૂદ્ર માનવામા આવે છે. જેમાં વીરભદ્ર, શંકર, ગિરીશ, અજૈકયાદ, અદ્વિબુંદન, પિનાકી, અપરાજિત, ભુવનાધીશ્ર્વર કપાલી, સ્થાણુ અને ભગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.