Abtak Media Google News

જો તમારી પાસે ઈડલી બનાવ્યા પછી પણ થોડું ખીરું બચી ગયા છે, તો તમે તેને ઇડલી ખીરુંથી સારી સ્વાદિષ્ટ સૅન્ડવિચ ટોસ્ટ ઝડપથી બનાવીને તૈયાર કરી શકો છો.

જરૂરી સામગ્રી –

➢ ઇડલી ખીરું – ૨ કપ

➢ મીઠું – ૧/૨ થી ઓછી ચમચી

➢ સ્ટફિંગ માટે – બટાટા-પાલક શાકભાજી, છોલે

➢ તેલ – ૧-૨ ટેબલ સ્પૂન

બનાવવાની રીત –

નોનસ્ટિક ટોસ્ટરમાં બનાવો

ઇડલી ટોસ્ટ બનાવવા માટે ટોસ્ટર લો. ગેસ પર ટોસ્ટર મૂકો અને તેને તેલથી ગરમ કરો.

ઇડલી ખીરુંમાં મીઠું ઉમેરો અને તેને મિક્ષ કરી દો. હવે આ ખીરું માંથી મિક્ષ ટોસ્ટરમાં મૂકી, અને તેને ફેલાવી દો. હવે તેમાં થોડું બટાકા પાલકની સ્ટફિંગ નાખી દો. ગેસ ધીમું જ રાખો. હવે તેને ૩-૪ મિનિટ સેકવા દો.

ટોસ્ટ સેકયા પછી તેના પર થોડું તેલ નાખો. ટોસ્ટર બંધ કરો અને બીજી બાજુથી પણ તેને સેકી દો. ટોસ્ટરને બીજી બાજુથી પણ ૩-૪ મિનિટ સેકવા દો.

૫ મિનિટ પછી ટોસ્ટ તપાસો. ટોસ્ટ બંને બાજુથી તૈયાર છે. ટોસ્ટ બંને બાજુથી સારી રીતે સેકવા માટે લગભગ ૧૦ મિનિટનો સમય લે છે. ટોસ્ટને નિકાળી ટેસ્ટ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.