Abtak Media Google News

જૂનાગઢના વંલીમાં ૫॥ વિસાવદરમાં ૪॥ જૂનાગઢમાં ૪, મેંદરડામાં ૩॥ ભેંસાણ-માળીયા-બાબરામાં ૩ ઈંચ, બગસરા-લીલીયા-રાજુલા-પાલીતાણા-ઉમરાળામાં ૨ થી ૨॥ ઈંચ વરસાદ: રાજકોટમાં મૌસમનો કુલ ૨૦ ઇંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં સીઝનનો ૪૨.૧૫ ટકા વરસાદ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પાંચ દિવસ મધ્યમ થી ભારે વરસાદની આગાહી

રાજકોટમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. આજે વહેલી સવારે શહેરમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આજ સુધીમાં શહેરમાં કુલ ૨૦ ઇંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. કોર્પોરેશનના આઇવે પ્રોજેક્ટ અંતર્ગત અલગ-અલગ સ્થળોએ મુકવામાં આવેલ સેન્શરમાં શહેરના પ્રદ્યુમ્ન પાર્ક વિસ્તારમાં ૨૬ મીમી, નાના મૌવા સર્કલે ૧૮ મીમી, સોરઠીયા વાડી ચોકમાં ૧૬ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું હતું. આ સાથે શહેરમાં ચાલુ સાલ મોસમનો ૪૯૭ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. વાતાવરણ વાદળછાયુ અને મેઘાવી છે. સાંજે મેઘરાજા મહેર કરે તેવુ લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં સતત આઠમાં દિવસે મેઘરાજાએ મહેર વરસાવી છે. સાર્વત્રીક હળવા ઝાપટાથી લઈ ૫॥ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. હજુ ચાર દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં મોસમનો ૪૩.૧૫ ટકા જેટલો વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં પણ બુધવારે મેઘરાજાએ હળવું હેત વરસાવ્યું હતું. આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં વહેલી સવારે ૧ કલાકમાં ૧ ઈંચ જેટલો વરસાદ પડી જતાં શહેરમાં મોસમનો ૨૦ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૮ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ વડોદરા શહેરમાં ૨૦ ઈંચ જેટલો વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીરસોમના, ભાવનગર શહેર સહિતના તમામ જિલ્લામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ૧૩૯ મીમી, વિસાવદરમાં ૧૧૬ મીમી, માણાવદરમાં ૧૦૭ મીમી, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૧૦૧ મીમી, મેંદરડામાં ૮૨ મીમી, ભેંસાણમાં ૬૮ મીમી, કેસોદમાં ૬૭ મીમી, માળીયામાં ૩૫ મીમી અને મેંદરડામાં ૧૭ મીમી વરસાદ વરસ્યો હતો.  ગીરનાર પર્વત પર ૭ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગીર-સોમના જિલ્લામાં ગીરગઢડામાં ૨૧ મીમી, કોડીનારમાં ૧૦ મીમી, સુત્રાપાડામાં ૮ મીમી, તાલાલામાં ૧૫ મીમી, ઉનામાં ૧૪ મીમી અને વેરાવળમાં ૮ મીમી વરસાદ પડયો છે. જયારે અમરેલી જિલ્લાના બાબરામાં ૬૭ મીમી, બગસરામાં ૫૨ મીમી, ધારીમાં ૨૦ મીમી, જાફરાબાદમાં ૩૭ મીમી, ખાંભામાં ૧૦ મીમી, લાઠીમાં ૪૩ મીમી, લીલીયામાં ૫૭ મીમી, રાજુલામાં ૪૭ મીમી, અમરેલીમાં ૨૭ મીમી, સાવરકુંડલામાં ૧૬ મીમી અને વડીયામાં ૧૨ મીમી.

ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ૫૯ મીમી, પાલીતાણામાં ૪૯ મીમી, તળાજામાં ૩૯ મીમી, સિંહોરમાં ૪૦ મીમી, ઘોઘામાં ૨૯ મીમી, ભાવનગરમાં ૨૮ મીમી, ગારીયાધારમાં ૨૪ મીમી, વલ્લભીપુરમાં ૧૭ મીમી, મહુવામાં ૧૨ મીમી, જેસરમાં ૧૦ મીમી, જામનગર જિલ્લાના ધ્રોલમાં ૨૫ મીમી, જામનગરમાં ૨૦ મીમી, કાલાવાડમાં ૧૭ મીમી, જોડીયામાં ૧૧ મીમી અને જામનગર શહેરમાં ૭ મીમી જ્યારે રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં ૩૭ મીમી,જ સદણમાં ૨૬ મીમી, રાજકોટ શહેરમાં ૧૮ મીમી, પડધરીમાં ૧૭ મીમી, લોધીકામાં ૧૩ મીમી, વિંછીયામાં ૧૦ મીમી, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ૨૮ મીમી, ચોટીલામાં ૧૨ મીમી, ચુડામાં ૧૧ મીમી, બોટાદ જિલ્લાના બરવાળામાં ૧૭ મીમી, ગઢડામાં ૧૩ મીમી જેટલો વરસાદ પડી ગયો છે.

સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં કુલ ૪૨.૧૫ ટકા જેટલો વરસાદ પડયો છે. આજે સવારે રાજકોટ શહેરમાં ધોધમાર ૧ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ચાલુ સાલ મોસમની સીઝનનો આજ સુધીમાં ૨૦ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. હાલોલ, સંજેલી, મોરવાડ, સલતાનસાણા, કલોલ, માતર અને શહેરામાં ૧ ઈંચ થી લઈ ૨॥  વરસાદ વરસ્યો છે. સવારથી ૯૨ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી હજુ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ભાદર અને ન્યારી-૧ સહિતના ૧૮ જળાશયોમાં પાણીની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૮ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે સોરઠ પર મેઘરાજા ઓળધોળ થયા હતા અને ૧ ઈંચી લઈ ૫॥ ઈંચ સુધી વરસાદ પડયો હતો. જૂનાગઢની જળ જરૂરીયાત સંતોષતો વિલિંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થઈ જતાં જૂનાગઢવાસીઓની પાણીની સમસ્યા તણાઈ જવા પામી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ એકમ હેઠળ નોંધાયેલા જળાશયો પૈકી ૧૮ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સોરઠ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે આજે સવારે વિલિંગ્ડન ડેમ ઓવરફલો થઈ ગયો હતો. આ ઉપરાંત નરસિંહ મહેતા તળાવ પણ ઓવરફલો થવાની તૈયારીમાં છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હેઠળ નોંધાયેલા ૧૭ જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. જેમાં ભાદરમાં ૦.૧૦ ફૂટ, મોજમાં ૦.૧૦ ફૂટ, આજી-૨માં ૦.૬૬ ફૂટ, આજી-૩માં ૦.૪૯ ફૂટ, ન્યારી-૧માં ૦.૧૬ ફૂટ, ન્યારી-૨માં ૦.૧૬ ફૂટ, ખોડાપીપરમાં ૦.૪૩ ફૂટ, મચ્છુ-૧માં ૦.૩૬ ફૂટ, મચ્છુ-૨માં ૦.૩૩ ફૂટ, ડેમી-૧માં ૦.૬૨ ફૂટ, ડેમી-૨માં ૨.૬૨ ફૂટ, બ્રાહ્મણીમાં ૦.૧૬ ફૂટ, બ્રાહ્મણી-૨માં ૩.૧૨ ફૂટ, મચ્છુ-૩માં ૧.૨૧ ફૂટ, આજી-૪માં ૦.૩૩ ફૂટ, ઉંડ-૨માં ૦.૩૩ ફૂટ, વઢવાણમાં ૦.૨૦ ફૂટ અને ત્રિવેણી ઠાંગામાં ૧.૨૧ ફૂટ પાણીની આવક થવા પામી છે.

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ તથા દીવમાં ભારે વરસાદની સંભાવના: રવિવારે બંગાળની ખાડીમાં નવુ લો-પ્રેશર બનશે જે સારો વરસાદ આપે તેવી સંભાવના

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ હજુ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગીર-સોમના તથા દીવમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવારે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર બનશે જે આવતા સપ્તાહે રાજ્યમાં સારો વરસાદ આપે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. ગુજરાત અને ઝારખંડ પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. સાથો સાથ ઉત્તર મધ્યપ્રદેશ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં લો-પ્રેસર છે. આ લો-પ્રેસર આગામી ૧૨ કલાકમાં નબળુ પડશે છતાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમના અને દીવમાં આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વલસાડ, દમણ દાદરાનગર હવેલી ઉપરાંત ગીર સોમના અને દીવમાં જ્યારે શનિવારે વલસાડ, નવસારી તથા રવિવારે આ બન્ને જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.  આગામી ૨ થી ૩ દિવસ સુધી રાજ્યમાં સતત વરસાદી વાતાવરણ રહેશે દરમિયાન રવિવારે ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેસર બની રહ્યું છે જેની અસર તળે રાજયમાં આવતા સપ્તાહે પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી રાજ્યના ૯૨ તાલુકાઓમાં ક્યાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.