Abtak Media Google News

ભાવનગર જીલ્લાના તળાજાના ગોરખી ગામનો 17 વર્ષનો ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા ઊંચાઈમાં માત્ર અઢી ફૂટનો છે. તેની શાળા નીલકંઠ વિદ્યાપીઠએ એમબીબીએસ માટે મેડિકલ કોલેજ માટે પ્રવેશની અરજી કરી હતી. પરંતુ ઉંચાઈને પગલે પ્રવેશ મળ્યો નહી અને અંતે સંસ્થાએ સુપ્રીમમાં ઘા જીકીને 3.50 લાખ ખર્ચીને જીત મેળવી છે. સુપ્રીમના આદેશ બાદ પ્રવેશ મળતા આજે ગુરુવારે તેનો પ્રથમ દિવસ હતો.

Advertisement

મન હોય તો માળવે જવાય તે કહેવતને ભાવનગરના તળાજાના ગોરખી ગામના ખેડૂત પુત્ર ગણેશએ સાબિત કરી બતાવી છે. ગણેશની ઉમર 17 વર્ષ છે માર્ચ 2018માં ગણેશએ 12 સાયન્સમાં 87 ટકા મેળવ્યા હતા. મેડિકલ માટે તેના શિક્ષકે તેના મનોબળને પગલે પ્રવેશ મેળવવા કોશિશ કરી હતી. પરંતુ તેને મેડિકલ કોલેજમાં ઊંચાઈને પગલે પ્રવેશ નહી મળતા ગણેશની શાળા નીલકંઠ વિદ્યાપીઠએ સુપ્રીમ કોર્ટમાં ઘા નાખ્યો હતો. 3.50 લાખનો ખર્ચ કરીને અંતે જીત મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.