Abtak Media Google News

ચેરમેન તરીકે સુરતની જીવરાજ-૯ ચાના વિરેન શાહની તથા વાઇસ ચેરમેન તરીકે વાઘબકરી ચા ના પારસ દેસાઇની વરણી

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસીએશનની વાર્ષિક જનરલ મીટીંગ તાજેતરમાં કોલકત્તા ખાતે મળી હતી.

Img 20190803 Wa0010

જેમાં શહેરના જાણીતા દિનેશભાઈ કારીયાની એક્ઝિક્યુટીવ મેમ્બર તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂંકી તેઓને ઠેર-ઠેરી અભિનંદન મળી રહ્યાં છે. આ ઉપરાંત ટી ટ્રેડર્સ એસોસીએશનની આ મીટીંગમાં ચેરમેન તરીકે સુરત જીવરાજ-૯ ના વિરેન શાહની તેમજ વાઘ બકરી ચાના પારસભાઈ દેસાઈની વાઈસ ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે.કોલકતામાં તાજ બંગલા હોટલ ખાતે ફેડરેશન ઓફ ઓઇ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશનની એજીએમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશન તરફથી મીટીંગમાં ભાગ લેવા માટે કોલકતા ગયા હતા

Img 20190803 Wa0008

આ મીટીંગમાં રાજકોટની જાણીતી બ્લેક ગોલ્ડ ટીના દિનેશ કારીયાની એકઝીકયુટીવ મેમ્બર તરીકે નિમણુંક કરવામાં આવી છે.આ સાથે વર્ષ ૨૦૧૯-૨૦  અને ૨૦૨૦-૨૧ ની અન્ય નિમણુંકમાં વાઘ બકરી ચાના પારસ દેસાઇ ની વાઇસ ચેરમેન તરીકે જયારે ટીમુંબઇના સંજય શાહની સેક્રેટરી તરીકે તેમજ સુરત જીવરાજના વિરેન શાહની ચેરમેન તરીકે અને હરેન્દ્ર શાહની મેન્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.