Abtak Media Google News

સમાજમાં મહિલાના સશકિતકરણથી રાષ્ટ્રનો વિકાસ થાય છે : ધનસુખભાઈ ભંડેરી

જુનાગઢ રાજયમા ચાલી રહેલા મહિલા સશકિતકરણ  પખવાડિયા  અંતર્ગત  ગત્ તારીખ ૪ ઓગસ્ટ ના રોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ,ગાંધીનગરના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવરસિટી,ખડીયા ખાતે યોજાઈ હતી. આ તકે મહિલા નેતૃત્વ દિવસ વિશે શ્રી ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, મહિલાઓએ આજે દેશના ઉચ્ચ પદ પર બિરાજમાન છે. દેશમાં મહિલાના નેતૃત્વ અને તેના સશકિતકરણ થકી રાષ્ટ્રનો વિકાસ શકય છે. મહિલાના વિવિધ સ્વરૂપ છે, દિકરીને પ્રોત્સાહિત કરી અને તેને દરેક ક્ષેત્રે અગ્રસેર કરવા અનુરોધ કર્યો હતો.

આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી એસ બારૈયા એ ઉતરાખંડના ચીપકો આંદોલનમાં મહિલા નેતૃત્વ વિશે જણાવયું હતુ. તેમણે સુનિતા વીલીયમ્સ,હિમા દાસ થી લઈને સખી મંડળના કાર્યો  વિશે જણાવ્યું હતુ.

આ તકે વિવિધ સાસંકૃતિક કાર્યક્રમો જેમાં ગરબો,મણિયારો,આદિવાસી નૃત્ય,કૃતિ એ વતન રજૂ કરવામાં આવી હતી. આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટા, ,કેશોદના ધારાસભ્ય  દેવાભાઈ માલમ,ભેસાંણ અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયા,માંગરોળના ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજા,જૂનાગઢ કલેકટર ડો.સૈારભ પારઘી,જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણચૈાધરી,આસી. કલેકટર અક્ષય બુડાણિયા,જૂનાગઢ નાયબવન સંરક્ષક સુનીલ બેરવાલ, મુખ્ય વનસંરક્ષક એસ કે શ્રીવાસ્તવ ,સામજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ ઓફીસર સી જી દાફડા , રેન્જ ફોરેસ્ટ ઓફીસર ઉતર રેન્જ બી એમ આંબલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ,એસડીએમ રાવલ,ડેપ્યુટી ડીડીઓ  પલ્લવીબેન બારૈયા, જિલ્લા શિક્ષાધિકારી નૈષધ મકવાણા, પ્રાથમિક શિક્ષણાધિાકરી  પટેલ,આઈસીડીએસ ઓફીસર શારદાબેન દેસાઈ સહિતના ઉપસ્થિત રહયા હતા. અંતે આભાર વિધિ જિલ્લા મહિલા અને બાળ અધિકારી  જે બી  જસાણી દ્રારા કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.