Abtak Media Google News

જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયા જાલોંધરાના અધ્યક્ષ સને મહિલા સ્વાવલંબન દિનની ઉજવણી કરાઈ

સોમનાથ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલોંધરાના અધ્યક્ષસ્થાને અને રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાની પ્રેરક ઉપસ્થિતિમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અને મહિલા સ્વાવલંબન દિન નિમિત્તે મિશન મંગલમ યોજનાના ૮૫૫ મહિલા લાભાર્થીઓને જુદી-જુદી યોજનાના રૂા .૧ કરોડ ૪૪ લાખ ૨૩ હજારના ચેક અર્પણ કરી બહુમાન કરાયુ હતું. જેમા લાભાર્થી મહિલા સીમાબેન મકવાણા, શિલ્પાબેન પટેલ,  વિજયાબેન સોલંકીને મહાનુભાવોના હસ્તે ચેક અર્પણ હતા. ઉપરાંત કોડીનારની અંકિતાબેન બારડ, સુધાબેન વાઝા, ઉનાની મનીષાબેન પરમાર, શાંતુબેન ગોહેલ, વેરાવળની ભાવનાબેન ભજગોતર, રંજનબેન વાળા, ગીર-ગઢડાની સંજનાબેન સોલંકી, નેહલબેન વાઢેળ, સુત્રાપાડાની વનિતાબેન વાઢેર, છાયાબેન ડારીધાણીયા, તાલાળાની છાયાબેન ચૌહાણ અને સંગીતાબેન બારડને એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત બેન્ક સખી નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્રારા મહિલા લક્ષી વિવિધ યોજનાઓ કાર્યરત છે. સરકારની યોજનાઓનો મહતમ લાભ લઈ મહિલાઓને તેમનો આર્થિક વિકાસ કરવા જણાવ્યું હતું.

રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાએ કહ્યું કે, ગુજરાત દિકરીઓ આજે અવકાશ સુધી પહોંચી પગભર થઈ છે. ગુજરાત સરકારે મહિલાઓની ચિંતા કરી અનેકવિધ યોજનાઓ મહિલાઓને લાભ આપવામાં આવી રહ્યો છે. તેમજ ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વહાલી દિકરી યોજનાનો પ્રારંભ કરી દિકરીઓને  આર્થિક સહાય  મળે અને દીકરીનું સન્માન વધે તેવી યોજના અમલમાં મૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.