Abtak Media Google News

અત્યાર સુધી ર૦૦૦ સેલીબ્રીટીને મળી ચુકેલા કાંતીભાઇ વાડોલીયાને અખબાર, મેગેઝીનના કટીંગ્સ ભેગા કરી જે તે સેલીબ્રીટીને મળી ઓટોગ્રાફ લેવાનો ગજબ શોખ, અબતક સાંઘ્ય દૈનિકના પણ કટીંગ્સ તેમની પાસે છે

લોકોને ઘણા બધા અવનવા શોખ ધરાવતા હોય છે અનેતેના શોખ પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે.

કોઇને વાંચનનો શોખ હોય તો કોઇને લેખનનો અને કોઇ વ્યકિતને અન્ય વ્યકિત સાથે દોસ્તી કરવાનો શોખ હોય છે આવો જ બેવડો શોખ ધરાવે છે કાંતિભાઇ વાડોલીયા છેલ્લા ૧૫ વર્ષથી ન્યુઝ પેપરમાં છપાતા સેલીબ્રીટીશના ફોટાનું કટીગ્સ લઇ ને સેલીબ્રીટી પાસે એ કંટીગ લઇને પહોંચી જતા કાંતિભાઇએ પાસે ર૦૦૦ વ્યકિતઓની મુલાકાત લીધી છે.

મુળ જામનગર જીલ્લાના કાંતિભાઇ છેલ્લા ૪૦ વર્ષથી રાજકોટમાં રહે છે. માત્ર ધો.૭ સુધીનો અભ્યાસ કરેલ  કાંતિભાઇ નવરાશની પળોમાં વાંચન કરે છે અને તેમની પાસે માંગો તે સેલીબ્રીટીના ઇન્ટરવ્યુ કે સારા લેખ મળી જાય છે. તેમની પાસે ઘણા બધા અખબાર મેગેઝીનનો સંગ્રહ છે.

આવા જ તેમના સંગ્રહમાં છે ‘અબતક’ન્યુઝ પેપર જેમા સ્વ. કાંતિભાઇ ભટ્ટે અબતકની મુલકાત લઇ અબતક ને જે શુભેચ્છા પત્ર લખ્યો હતો તે સામેલ છે.

ઉલ્લેખનીય છે કે કાંતિભાઇ વાડોદીયા છેલ્લા દસ વર્ષથી અખબાર કે મેગેઝીનમાં છપાયેલા ઇન્ટરવ્યુનો સંગ્રહ કરે છે.

સૌ પ્રથમ તેમના શોખ વિષે કાંતિભાઇએ કહ્યું હતું કે મને વાંચન નો શોખ છે અત્યારે મારી પાસે અલગ અલગ અખબારમાં પ્રસિઘ્ધ થયેલા સારા લેખ, ઇન્ટરવ્યુના પાંચ હજાર જેટલા કટીંગ છે.

 અને મેનેઝીનના બે હજાર જેટાલ કટીંગ છે. આ સાથે જ મને સેલીબ્રીટી કે વ્યકિત વિશેષને મળવાનો શોખ છે. અત્યાર સુધીમાં હું ડો. અબ્દુલ કલામથી માંડી ભવ્ય ગાંધી સુધી દરેકની રુબરુ મુલાકાત કરી ચુકયો છે.

મહત્વનું છે કે રાજકોટના વિવિધ અખબારો અને મેગેઝીનનોમાં જયારે કોઇ સેલીબ્રીટી આવવાની હોય ત્યારે કાંતિભાઇ તેમની લાયબ્રેરીમાંથી સેલીબ્રીટી વિષેની માહીતી, ઇન્ટરવ્યુ શોધી તે સેલીબ્રીટી પાસે પહોંચી જાય છે.

અને તે કટીંગ ઉપર તે સેલીબ્રીટીનો ઓટોગ્રાફ લે છે.

અબતક સાંઘ્ય દૈનિકમા જયારે  સ્વ. કાંતિભાઇ ભટ્ટ અબતક વિષે પત્ર લખ્યો હતો તે કટીંગ સાથે કાંતિભાઇ વાડોલીયા પહોંચી ગયા હતા અને આ યાદને તાજી કરી આજે કાંતિભાઇ વાડોલીયા એ અબતકની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે તેમની પાસે અબતક ના પણ ઘણા બધા કટીંગ્સ સંભારણા રુપે સચવાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.