Abtak Media Google News

મધ્ય રેલ્વેમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે, ૫ ઓગષ્ટે તિરુનલવેલી-જામનગર એક્સપ્રેસ રદ કરવામાં આવી હતી. રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ૮ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ હાપાથી ચાલતી ટ્રેન નંબર ૨૨૯૦૭ હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ૯ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ મડગાંવથી ઉપડતી ટ્રેન નંબર ૨૨૯૦૮ મડગાંવ-હાપા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. 

રેલ્વે મુસાફરોને અગવડતા બદલ રેલવે પ્રશાસન દિલગીર છે તેમ વરિષ્ઠ મંડળ, વાણિજય પ્રબંધક, પશ્ચિમ રેલ્વે,રાજકોટ મંડળની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.