Abtak Media Google News

રાજકોટમાં નાના બાળકોમાં HFMD એટલે કે હેન્ડ ફૂટ ચાઈલ્ડ વાયરસ જોવા મળ્યો છે. જેના કારણે રાજકોટ મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં 21 આરોગ્ય કેન્દ્ર અને 340 આંગણવાડીઓમાં વિના મૂલ્યા દવાનું વિતરણ કરાશે.

Advertisement

આરોગ્ય વિભાગે ઇન્ડિયન પીડિયાટ્રિક એસોસિએશનની પણ મદદ લીધી છે. આ વાયરસ અત્યંત ચેપી વાયરસ છે જેથી એકથી બીજા બાળકમાં ફેલાતો હોવાથી સાવધાની રાખવી જરૂરી છે. ત્યારે આ રોગની ઓળખ કેવી રીતે કરવી તેના પર નજર કરીએ તો. ચેપ લાગ્યા બાદ એક-બે દિવસ તાવ, શરીરમાં નબળાઈ, ભુખ ન લાગે, ગળુ સુકાય અને બળતરાં થાય, ત્રીજા દિવસથી શરીર ખાસ કરીને હથેળી, પગના તળિયા, મોંઢામાં ફોલ્લીઓ પડે જે સરેરાશ ૨થી ૩ મિ.મિ.ની હોય છે જેમાં ધારવું થઈ શકે.

HFMD શું છે ?

HFMD વાઈરસથી થતો સામાન્ય રીતે નાના બાળકોમાં થતો રોગ છે જેમાં દર્દીને હથેળી તથા પગના તળિયામાં ફોલીઓ થાય છે તથા મોઢામાં ચાંદા પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.