Abtak Media Google News

દોડવું રમવું છે રમત ગમતનો હિસ્સો

Advertisement

કહી  શકાય તેને જીવનના  કિસ્સો

કારણ ,તે શીખવે જીવનને કઈક

તે લાવે શરીરમાં સ્ફૂર્તિ કઈક

કારણ,સ્ફૂર્તિથી બને અશક્ય શક્ય

સ્ફૂર્તિ આવતાજ કામ બને લક્ષ્ય

ક્યાક પસંદ થાય સ્થળ

ક્યાક પસંદ થાય સભ્યો

કારણ, કોઈ રમાય બે વચે તો કોઈ તેર વચે

કોઈ સમજે શરૂઆત તો કોઈ માને અંત

જ્યારે દરેક ક્ષણ લાગે એક નવો આરંભ

લોકોમાં હોય જીતની આશા

ખેલાડિયોમાં હોય જીતવાની જિજ્ઞાસા

ક્યારેક રચાય ઇતિહાસો નવા,

ક્યારેક દેવાય આશ્વાસન નવા

કોશિશ ચાલે તેની સતત

માર્ગદર્શનશોધે જે સતત

અભિપ્રાયો બાંધે તેની ઓળખ

આભિપ્રાયો જોડે  તેની આશા

હાર જીતનો છે આ ખેલ,

ખેલ શિખવે રંગ અનેક,

કોઈ માટે છે આ પ્રેરણા સ્તોત્ર

કોઈ માટે વ્યાયામનો વિકલ્પ

આયોજન થાય છે જેનું,

રાષ્ટ્રીય અને  અંતરરાષ્ટ્રીય સ્તરે

અપાવે નામના તે દેશ-વિદેશ સ્તરે

આપે જે હારને સમજવાની તક

શીખવે જે જીતને ઉજવવાની તક

કારણ, આ છે રમત ગમત.

કવિ : દેવ એસ. મહેતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.