Abtak Media Google News

જીઓ ફાઈબરનો ૬૯૯ રૂપિયામાં ૧૦૦ એમબીપીએસ સ્પીડ આપતો બ્રોન્ઝ પ્લાન જયારે ૮૪૯૯૯ રૂપિયામાં ૧ જીબીપીએસનો ટાઈટેનિયમ પ્લાન

રિલાયન્સ જીઓએ તેની જીઓ ફાઈબર સેવાને વ્યવસાયિક રીતે લોન્ચ કરી દીધો છે. જીઓનો આ પ્લાન તમને જીભરીને માણતા કરી દેશે. જીઓ ફાઈબરનો પ્લાન ૬૯૯ રૂપિયા પ્રતિ માસથી શરૂ કરી ૮૪૯૯ રૂપિયા સુધીનો છે. જીઓ ફાઈબરનાં દરેક પ્લાનમાં ઓછામાં ઓછા ૧૦૦ એમબીપીએસની સ્પીડથી ડેટા મળશે. જેમાં સૌથી વધુ ૧ સ્પીડ જીબીપીએસ હશે. મહત્વનું છે કે જીઓ ફાઈબર વેલકમ ઓફર અંતર્ગત સબસ્ક્રાઈર્બ્સને ટેલિવિઝન અને સેટઅપ બોકસ મળશે. સાથે જ ઓટીટીએપ  સબસ્ક્રીપ્શન, અનલિમિટેડ વોઈસ અને ડેટા કોલિંગની સુવિધા મળશે. જીઓ ફાઈબર કનેકશનનો ઉપયોગ કરતા જુના ગ્રાહકોને આવતા રિચાર્જ પર સેટઅપ બોકસ મફત અપાશે.

જીઓ ફાઈબર બ્રોડબેન્ડ કનેકશન લેનારા ગ્રાહકોને ૨૫૦૦ રૂપિયા આપવા પડશે. જેમાંથી ૧૫૦૦ રૂપિયા ડિપોઝીટ પેટે જયારે બાકીનાં ૧૦૦૦ રૂપિયા પરત નહીં મળે. જીઓ ફાઈબરનાં પ્લાનને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને ટાઈટેનિયમનો સમાવેશ થાય છે. જીઓ ફાઈબર બ્રોન્ઝ પ્લાન માટે મંથલી ભાડુ ૬૯૯ રૂપિયા છે. જેમાં ૧૦૦ એમબીપીએસ સુધીની સ્પીડથી ડેટા મળશે. ડેટા અનલિમિટેડ હશે. જીઓ ફાઈબરનાં આ બધા પ્લાનમાં ડેટા અનલિમિટેડ છે.

Screenshot 2 3

અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા છે. ટીવી વિડીયો કોલિંગ/ કોન્ફેસિંગની સુવિધા અપાઈ છે. જીરો લેટેસી ગેમિંગની સુવિધા મફત છે. ડિવાઈસ સિકયોરીટી પણ ઉપલબ્ધ છે. જોકે વીઆર એકસપીરીયન્સ અને પ્રિમિયમ કંટેટની સેવા માત્ર જીઓ ફાઈબર ડાયમંડ, પ્લેટેનિયમ અને ટાઈટેનિયમ પ્લાન સાથે ઉપલબ્ધ છે.  કંપનીએ વધુમાં જણાવ્યું કે, તેજ સ્પીડનાં ડેટાની અવધી પુરી થતા ૧ એમબીપીએસની સ્પીડથી ઈન્ટરનેટ અપાશે. આ ઉપરાંત માસિક પ્લાનની કિંમત ઉપર ૧૮ ટકા જીએસટી પણ લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.