Abtak Media Google News

સ્કૂલના બાળકો, પરિવારજનો તા સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ સહિત ૮૦૦ લોકો આ રેલી રૂપી જાગૃતિ અભિયાનમાં જોડાયા

રાજકોટની જાણીતી ડીપીએસ સ્કૂલ દ્વારા ગઈકાલના રોજ બાલભવન રેસકોર્સ ખાતે હેલ્ધી ઈન્ડિયા, વેલ્ધી ઈન્ડિયાની થીમ ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના બાળકોએ ફીટનેશ જાળવવા માટે અનેક ડાન્સ રજૂ કર્યા હતા. આ તકે એસ.પી. બલરામ મીણા સહિત ૮૦૦ જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારજનો સહિત બે હજાર જેટલા લોકો ઉપસ્તિ રહ્યાં હતા.

નાના ભુલકાઓનો આ કાર્યક્રમ પ્રેરણાદાયક: બલરામ મીણા

Dsc 2655

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન એસ.પી.બલરામ મીણાએ જણાવ્યું હતું કે, આજરોજ બાલભવન ખાતે ડીપીએસ સ્કૂલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવનાને અનુરૂપ હેલ્ધી ઈન્ડિયા, વેલ્ધી ઈન્ડિયાના કાર્યક્રમમાં આજરોજ સ્કૂલના નાના ભુલકાઓ સાથે સહભાગીતા કરી હતી. આ ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે. નાના ભુલકાઓના માધ્યમથી હેલથ ઈઝ વેલ્થનો સંદેશ આપવામાં આવ્યો છે તે સર્વે માટે પ્રેરણાદાયક છે. હું આ કાર્યક્રમના માધ્યમથી તમામને અપીલ કરું છું કે રજાના દિવસે બાળકો પોતાનો સમય હેલથ અને વેલ્થ માટે કાઢે છે. તે રીતે આપણે સર્વે આ રીતે જોડાવું જોઈએ.

અમે દર વર્ષે અલગ અલગ થીમ પર રેલીનું આયોજન કરીએ છીએ: દુબે

Vlcsnap 2019 10 21 10H36M34S832

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ડીપીએસ સ્કૂલ રાજકોટના પ્રિન્સીપાલ દુબેએ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે એન્યુઅલ રેલીનું આયોજન કરીએ છીએ. દર વર્ષે અલગ-અલગ થીમ ઉપર રેલી કાઢીને જેમાં સમાજમાં સારો સંદેશ પહોંચે તે રીતે આ વખતે અમારી થીમ છે. હેલ્ધી ઈન્ડિયા વેલ્ધી ઈન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે પ્રોગ્રામ છે. ફીટ ઈન્ડિયા આ પ્રોગ્રામ તે પ્રોગ્રામને આગળ વધારવાનો છે. રેલીની સાથો સાથ કલ્ચરલ પ્રોગ્રામ રાખવામાં આવ્યાં છે. જેમાં બાળકો ફિટનેશ સ્કીલ સો લોકોમાં જાગૃત કરવાનું કાર્ય કરશે. આવતા વર્ષે પણ અમે નવી થીમ-ટોપીક સાથે રેલીનું આયોજન કરીશું. આ રેલીમાં ૮૦૦ જેટલા બાળકો તથા તેમના વાલીઓ સહિત બે હજાર જેટલા લોકો જોડાયા છે. બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આવા અભિયાન દ્વારા લોકોમાં પૂર્ણ રૂપે જાગૃતતા આવે છે: ડો.આર.આર.શર્મા

Vlcsnap 2019 10 21 10H36M43S032

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.આર.આર.શર્માએ જણાવ્યું હતું કે, ડીપીએસ રાજકોટ દ્વારા આજરોજ રેસકોર્સ ખાતે હેલ્ધી ઈન્ડિયા, વેલ્ધી ઈન્ડિયા રેલીનું આયોજન કર્યું છે. આ ડેલ્ અવેરનેશ માટેનું અભિયાન છે. અત્યારે બે હજારી વધુ ડેન્ગ્યુના કેસ તથા મલેરીયાના ઘણા કેસો સહિત અનેક બિમારીઓ છે ત્યારે સમાજમાં જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે. સ્વચ્છતા રાખવી ખૂબ જ અનિવાર્ય છે. ડીપીએસ રાજકોટનું ઘણું સારું અભિયાન છે. બધાએ સાથે મળીને આ પ્રકારનું અભિયાન ચલાવવું જોઈએ. જેથી લોકોમાં પૂર્ણરૂપે જાગૃતતા આવે. સમાજ, સ્વાસ, સુખી બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.